પરષોતમ રુપાલા સામે ગોંડલ કોર્ટ માં ક્ષત્રીય સમાજ માટે કરેલી ટીપ્પણી અંગે બદનક્ષી ની ફરિયાદ.

રાજકોટ લોકસભા નાં ઉમેદવાર પરષોતમ રુપાલા એ રાજા મહારાજા અંગે કરેલી નિમ્ન કક્ષાની ટીપ્પણી અને વાણીવિલાસ સામે ક્ષત્રીય સમાજ રોષે ભરાયો છે.અને ગુજરાત ભર માં ઠેરઠેર વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે.ત્યારે ગોંડલ ની કોર્ટ માં પરષોતમ રુપાલા સામે કલમ ૪૯૯,૫૦૦ મુજબ ફરિયાદ થવા પામી છે.


ગોંડલ નાં ચોરડી રહેતા હર્ષદસિહ ઘનશ્યામસિહ ઝાલાએ કોર્ટ માં પરષોતમ રુપાલા સામે કરેલી ફરિયાદ માં જણાવ્યું કે સતાની લાલસામાં રુખી સમાજ માં મત મેળવવા, ક્ષત્રીય સમાજ ને નીચો બતાવવા રાજા રજવાડાઓ ને હલકા ચીતરી હીનકક્ષાનો વાણી વિલાસ કર્યો હોય જેનો વિડિયો વાયરલ થતા ક્ષત્રીય સમાજ ની આબરુને ઠેસ પંહોચીછે.આ રીતે ક્ષત્રીય સમાજ ની બદનક્ષી થઈ હોય પરષોતમ રુપાલા સામે કાર્યવાહી કરવા જણાવાયું હતું.

error: Content is protected !!