ગોંડલ નાં ગણેશગઢ ફાર્મહાઉસ માં પરષોતમ રુપાલા એ ક્ષત્રીય સમાજ ની ફરી માફી માંગી:ક્ષત્રીયો ની વિશાળ હાજરી: સંમેલન ની ટીકા કરનારા ને જયરાજસિહ નો પડકાર:સામે આવો.

રાજકોટ લોકસભા નાં ભાજપ નાં ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોતમ રુપાલા એ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણી ને લઈ ને ગુજરાત ભર માં ક્ષત્રીય સમાજ માં રોષ ફેલાયો હતો.

ક્ષત્રિય સમાજ નો રોષ તિવ્ર બનતા ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ ની કાર્યવાહી હાથ ધરી ગોંડલ નાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા ને જવાબદારી સોંપાતા જયરાજસિહ નાં ફાર્મહાઉસ ખાતે ક્ષત્રીય સમાજ ની બેઠક નું આયોજન કરાયુ હતુ

જેમા ઉપસ્થિત રહી પરષોતમ રુપાલા એ ક્ષત્રીય સમાજ નાં સમુહ સામે માફી માંગી પોતે બોલેલા શબ્દો અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો.બેઠક નાં આયોજક જયરાજસિહ સહિત અન્ય ક્ષત્રીય આગેવાનો એ આ વિવાદ અહી પુરો થાય છે તેવી ઘોષણા કરી હતી.

અલબત કરણીસેના સહિત ક્ષત્રીય સંગઠનો નાં આગેવાનો બેઠક માં હાજર રહ્યા ના હોય વિવાદ અંગે નું સમાધાન માન્ય રહેશે કે કેમ તેવા સવાલો પણ ઉઠ્યા છે.બીજી બાજુ આ બેઠક અને જયરાજસિહ વિષે સોશ્યલ મીડીયા માં કેટલાક ક્ષત્રીય સંગઠનો અને વ્યક્તિઓ એ વિરોધ વ્યક્ત કર્યો હોય જયરાજસિહ જાડેજાએ તેમના સ્વભાવ મુજબ સોશ્યલ મીડીયા માં નહી પણ સામે આવો તેવો પડકાર પણ ફેકયો હતો.


ગોંડલ નાં સેમળા પાસે આવેલા ફાર્મહાઉસ ખાતે મળેલી બેઠક માં પરષોતમ રુપાલા એ ભાવવાહી બની કહ્યુ કે મારી જીભ થી આવી વાત થઈ તેનો મને રંજ છે.મને પુરો અફસોસ છે.મારી વાત થી મારી પાર્ટી ને પણ દુખ થયુ છે.હું બે હાથ જોડીને ક્ષત્રીય સમાજ ની માફી માંગુ છુ.મારાં સમર્થન માં અનેક આગેવાનોએ નિવેદન આપવા પહેલ કરેલી પણ ભુલ મારી હતી.મે ના કહી મારી ભુલ નો હું એકલો જવાબદાર છુ.તેવું કહ્યુ હતુ.

તેમણે કહ્યુ કે મારા સમર્થન માં અહી ઉપસ્થિત ક્ષત્રીય સમાજ અને જયરાજસિહ નો હું અંત કરણ થી આભાર માનુ છું
જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે પરષોતમભાઇ એ ભુલ થયાની થોડી ક્ષણોમા માફી માંગીછે.ક્ષમા આપવી એ ક્ષત્રીય ધર્મ છે.આજની બેઠકનો નિર્ણય મારા એકલાનો નથી.આ સમગ્ર ક્ષત્રીય સમાજ નો છે.પરષોતમ રુપાલાની ભુલ ને હવે ભુલવાની છે.
આ આયોજન જેમને સારુ નથી લાગ્યુ તેમને મારી ચેલેન્જ છે કે તમે કહો ત્યાં હું આવીશ.મર્દાનગી થી વાત કરો.

આ વિવાદ હવે અહી પુર્ણ થાય છે તેવુ જયરાજસિહે જણાવ્યુ હતુ.
બેઠક માં ઉપસ્થિત સાંસદ કેસરીદેવસિહ ઝાલા,ધારાસભ્ય કિરીટસિંહ રાણા,ભાજપ નાં પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, રાલો સંઘ નાં નરેન્દ્રસિંહ જાડેજા,પ્રતિપાલસિંહ ઝાલા સોળવદર સહિત નાં વકતાઓ એ પરષોતમ રુપાલા નાં મુદ્દા ને સમાપ્ત કરી ક્ષમા ક્ષત્રીય નું આભુષણ છે તેવુ કહી હકારાત્મક વલણ દાખવવા અપીલ કરી હતી.ગોંડલ ખાતે યોજાયેલી બેઠક માં સૌરાષ્ટ્ર ભર નાં ક્ષત્રીયો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!