“સેવા પરમો ધર્મના સુત્રને સાર્થક કરતું RAR ફાઉન્ડેશન” : ગરીબ વિપ્ર વિધવાને ઘરનું મકાન બનાવી દઇ સચ્યુત સેવા દાખવતા આરએઆર ફાઉન્ડેશન નાં રાજદિપસિંહ જાડેજા.

Loading

ગોંડલ તાલુકાનાં બીલડી ગામે નબળી આર્થિક પરિસ્થિતી અને અપાહીજ પુત્ર સાથે વચ્ચે જીવન ગુજારતા વિપ્ર વિધવા વૃધ્ધાની મદદે દોડી જઇ આરએઆર ફાઉન્ડેશન રીબડા નાં રાજદીપસિંહ અનિરુધ્ધસિહ જાડેજાએ બે રુમ,રસોડા,ઓસરી સહીત નું પાક્કુ મકાન બંધાવી આપતા વૃધ્ધ મહીલાની આંખો અશ્રુભીની બની હતી.રાજદીપસિંહ નાં આ સરાહનીય કાર્ય ને નાના એવા બીલડી ગામે વધાવી લઇ રાજદીપસિંહ નું ઢોલ નગારા સાથે ભાવભર્યુ સામૈયુ કર્યુ હતુ.

પ્રાપ્ત વિગત મુજબ બીલડી રહેતા કુસુમબેન દવે નામનાં વૃધ્ધા વિધવા હોય અને પુત્ર પણ અપાહીજ હોય તેમની દારૂણ સ્થિતિ અંગે રાજદીપસિંહ જાડેજાને જાણ થતા બીલડી દોડી જઇ વૃધ્ધાને સધિયારો આપી રહેવા માટે મકાન બંધાવી આપી સરાહનીય સેવા દાખવી હતી

error: Content is protected !!