ગોંડલની ગોમટા ચોકડી પાસે થી વિદેશી દારુનાં જથ્થા સાથે ટ્રક જડપાયો:રુ.૧૪.૭૫ લાખ નો મુદ્દામાલ જપ્ત.
ગોંડલ તાલુકા પોલીસ એ પુર્વ બાતમી નાં આધારે નેશનલ હાઇવે ગોમટા ચોકડી પાસે થી વિદેશી દારુ તથા બિયર ભરેલા ટ્રક ને જડપી લઇ ટ્રક ડ્રાઈવર ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ વિદેશી દારુ સાથેનો ટ્રક પસાર થવાની બાતમી તાલુકા પોલીસ ને મળતા પીએસઆઇ.ઝાલા સહિત સ્ટાફ ગોમટા ચોકડી પાસે વોચ મા હતો
ત્યારે જીજે.૨૭ ટીટી ૩૮૭૧ નંબર નો ટ્રક પસાર થતા તેને અટકાવતા અને તલાશી લેતા વિદેશી દારુની ૪૫૮ બોટલ તથા ૨૪ બીયર નાં ટીન મળી આવતા ટ્રક સહિત રુ.૧૪.૭૫ લાખ નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ડ્રાઈવર જુનાગઢ નાં એરપોર્ટ રોડ પર રહેતા ભોજા પુંજાભાઇ સિંધલ ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.