ગોંડલ નાં વેરીતળાવ માં મહેસાણા નાં પરણીત પ્રેમી પંખીડાએ બાળક સાથે જંપલાવી મોત મીઠું કર્યું.

ગોંડલ નાં વેરીતળાવ માં વહેલી સવારે મહેસાણા નાં લીંચ ગામ નાં પરણીત પ્રેમી પંખીડાએ બાળક સાથે જંપલાવી આપઘાત કર્યો હતો.યુવકે પોતાના મોબાઈલ નાં સ્ટેટસ માં વેરીતળાવ પાસે ત્રણેય નો ફોટો મુકયો હોય તે આધારે ગોંડલ દોડી આવેલા યુવક નાં કાકા અને મિત્રોએ પોલીસ તથા ફાયરબ્રિગેડ ને જાણ કરતા સવારે ત્રણેય ની લાશ પાણીમાં થી બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.


પ્રાપ્ત વિગત મુજબ મહેસાણા નાં લીંચ ગામે રહેતા સંજય ફતાજી ઠાકોર ઉ.૨૨ કીંજલ જશવંતજી ઠાકોર ઉ.૨૨ તથા ધ્રુવીન જશવંતજી ઠાકોર ઉ.૨ નાં મૃતદેહો વેરીતળાવ નાં પાણી માં તરતા હોય ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા.


સંજય અને કીંજલ બન્ને પરણીત છે.અને બન્ને વચ્ચે છેલ્લા અઢી ત્રણ વર્ષ થી પ્રેમ સંબંધ હોય કીંજલ નાં બે વર્ષ નાં પુત્ર ધ્રુવીન ને લઈ પ્રેમી પંખીડા લીંચ થી નાશી જઈ ગોંડલ પંહોચ્યા હતા.ગોંડલ વેરીતળાવ ની પાળી પર બેસી ત્રણેય નો ફોટો પાડી સંજયે તેના મોબાઇલ નાં સ્ટેટસ માં છેલ્લો ફોટો લખી મુક્યો હતો.

બીજી બાજુ સંજય અને કીંજલ ગુમ થતા તેના પરિવારે લીંચ પોલીસ માં ગુમસુધા નોંધ કરાવી હતી.
દરમિયાન સ્ટેટસ માં મુકેલા ફોટાનાં આધારે સંજય નાં કાકા તથા મિત્રો મોબાઇલ નાં લોકેશન નાં આધારે ગોંડલ વેરીતળાવ પંહોચ્યા હતા સંજય મહેસાણા માં પેપરમીલ માં કામ કરેછે.અને પરણીત છે.જ્યારે કાજલ પણ પરણીત છે અને બે વર્ષ નો પુત્ર ધ્રુવીન છે.બનાવ અગે પોલીસે તપાસ હાથ ધરીછે.

error: Content is protected !!