ગોંડલની સ્વામિનારાયણ ગુરુકુલ માં ફુડ પોઇઝનીંગ થતા પચાસ થી સાઇઠ બાળકો અસરગ્રસ્ત:ઝાડા,ઉલ્ટી સાથે નબળાઇ ની ફરિયાદ:બાળકો ની સારવાર ગુરુકુલ માં જ શરુ કરાઇ.

ગોંડલ ની પ્રતિષ્ઠિત બીએપીએસ સંચાલીત સ્વામિનારાયણ ગુરુકુલ માં સવારે નાસ્તો ખાધા બાદ અંદાજે પચાસ થી સાઇઠ વિદ્યાર્થીઓ ને ફુડ પોઇઝન ની અસર થતા ગુરુકુલ નાં સંચાલકો માં દોડધામ મચી જવા પામી હતી.


અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ ને તાબડતોડ ગુરુકુલ માંજ તબીબી સારવાર શરુ કરાઇ હતી.પરિસ્થિતિ કાબુ હેઠળ હોવાનું સંચાલકો એ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ કોટડા સાંગાણી રોડ પર આવેલા બીએપીએસ સંચાલીત ગુરુકુલ માં સવારે વિદ્યાર્થીઓ એ નાસ્તો કર્યા બાદ પચાસ થી સાઇઠ જેટલા વિદ્યાર્થીઓ ને ઝાડા ઉલ્ટી અને નબળાઇ ની અસર થતા ગુરુકુલ નાં મુખ્ય સંચાલક નિર્ભયસ્વામી સહિત નાં સંતો એ તાબડતોડ ખાનગી તબીબોને જાણ કરતા મેડીકલ ટીમ સાથે દોડી આવેલા તબીબોએ ગુરુકુલ માંજ બાટલા ચડાવી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ ની સારવાર શરુ કરી હતી.


ગુરુકુલ નાં પ્રવક્તા પરેશભાઈ કાપડીયાએ જણાવ્યું કે આજે એકાદશી હોય સવાર નાં નાસ્તામાં ફરાળ અપાયું હતું.દરમિયાન પચ્ચીસ થી ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ ને ફુડ પોઇઝન ની અસર થતા અને ઝાડા ઉલ્ટી તથા નબળાઇ ની ફરિયાદ કરતા તુરંત શહેર નાં ખાનગી તબીબો ને જાણ કરતા તબીબોએ ગુરુકુલ ખાતે સારવાર શરુ કરી હતી.


પરેશભાઈ કાપડીયા એ વધુમાં કહ્યુ કે પરિસ્થિતિ કાબુ હેઠળ છે.વાલીઓ ને ચિંતા નહી કરવા તેમણે અપીલ કરી હતી ગુરુકુલ માં અંદાજે અઢી થી ત્રણ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરેછે. સંચાલકો દ્વારા પચ્ચીસ થી ત્રીસ વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત થયાનો દાવો કરાયો છે.પરંતુ માહિતગાર સુત્રો અનુસાર પચાસ થી સાઇઠ વિદ્યાર્થીઓ ને ઝેરી અસર થવા પામી હતી.


ગુરુકુલ નાં મુખ્ય ગણાતા નિર્ભયસ્વામીને ઘટના અંગે ફોન કરતા ભયભીત બનેલા નિર્ભયસ્વામીએ ફોન રિસીવ કર્યા ના હતા.
ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પુર્વે એક સમયે ચકચારી બનેલી રાજવાડી ની વિશાળ જગ્યામાં બીએપીએસ દ્વારા અદ્યતન ગુરુકુલ નું નિર્માણ કરાયુ છે.

error: Content is protected !!