અમદાવાદ સુરેશ શાહ મર્ડર કેસના મુખ્ય સુત્રધાર નામચીન રાજુ શેખવા ના કાયમી જામીન મંજુર કરતી સુપ્રીમ કોર્ટ.

Loading

અમદાવાદ નાં ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર ની હત્યા નાં આરોપી અને જેના પર પાંચ પાંચ હત્યા નાં આરોપ છે.તેવા નામચીન રાજુ શેખવાનાં સુપ્રીમ કોર્ટ દ્વારા કાયમી જામીન મંજૂર કરાયા છે.

અમદાવાદ વાસણા વિસ્તારમાં શંકરના મંદિરમાં સરાજાહેર અંધાધુંધ ફાયરીંગ કરી એફ.સી.આઈ.ના ટ્રાન્સપોર્ટ કોન્સ્ટ્રકટર સુરેશ શાહની ઘાતકી હત્યાના મુખ્ય સુત્રધાર તેમજ અન્ય પાંચ પાંચ હત્યાઓના જેના ઉપર આરોપ છે તેવા ગુજરાતના ગેંગસ્ટર રાજુ શેખવાની સંડોવણી બહાર આવતા ની સાથે જ સુરેન્દ્રનગરની બાજુના ફાર્મહાઉસ ઉપરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના જાંબાજ અધિકારીઓ દ્રારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આ મર્ડરનો પ્લાન અમરેલી જેલમાંથી કરવામાં આવ્યો હતો. ગુજરાતની અન્ય જેલોમાં પણ રાજુ શેખવા મોટુ નેટવર્ક ધરાવે છે.

તેમજ સુરેશ શાહ પણ મોટો ગેંગસ્ટાર હોવાથી અમદાવાદના ખાડીયા વિસ્તારમાં પ્રદીપ ડોન અને ગૌતમ દાઢી ની તેમના ધ્વારા જ હત્યા કરાવી નાખવામાં આવી હતી.

રાજુ શેખવા અને સુરેશ શાહ ની ધંધાકીય હરીફાઈ માં ૨૦૦૫માં સુરેશ શાહનું રાજકોટ થી અપહરણ કરવામાં આવ્યુ હતુ ત્યાર બાદ ૨૦૦૯માં અમદાવાદ પાલડી ખાતે જુની અદાવત થી રાજુ શેખવા ઉપર શાર્પ શુટર્સ દ્રારા ગોળીબાર કરાવી ખુની હુમલો કરાવવામાં આવેલ પણ રાજુ શેખવાને હોસ્પીટલમાં સમયસર સારવાર મળી જતા આબાદ બચાવ થઈ ગયો હતો. તેની દાઝ રાખી રાજુ શેખવાએ સુરેશ શાહને મારી નાખવા માટે રૂા.૫૦ લાખની સોપારી આપી હતી માર્ચ ૨૦૧૮માં સુરેશ શાહને કરપીણ ઘાતકી હત્યા કરાવી નાખી હતી.
આ કેસમાં રાજુ શેખવાના સુપ્રીમ કોર્ટ દ્રારા કાયમી જામીન મંજુર કરવામાં આવેલ છે. તેમના એડવોકેટ તરીખે ભારતના માજી.સોલીટર જનરલ મુકુલ રોહતકી તેમજ ઉત્તપલ દવે રોકાયા હતા.

ક્રાઇમ કુંડળી ધરાવતા રાજુ શેખવા ગુજરાતમાં અપહરણ, ધમકી, હથીયાર, મારામારી, ફાઈરીંગ, મર્ડર, એસીબી માં અપ્રમાણસર મીલ્કત જેવા અનેક ગંભીર પ્રકારના ગુન્હા ઓ કરી ચુકેલ છે.

રાજુ શેખવાનું સાવરકુંડલા નગરપાલીકા ના ચેરમેન જોરાવરસીહ ચૌહાણની હત્યા, ગાંધીનગર એફ.સી.આઈ. મેનેજર બાબુલાલ જાદવની હત્યા તેમજ સુરતના એક ઉધોગપતીના પૂત્રની હત્યા માં પણ તેનુ નામ ખુલ્યુ હતુ.

ગોંડલના બે ઉધોગપતીનું અપહરણ રાજુ શેખવાએ કરેલુ અને આ અપહરણ વખતે ગોડલનાં મોટુ માથુ ગણાતા કદાવાર નેતા વચ્ચે પડતાની સાથે જ આ મામલો થાળે પડી ગયો હતો.

રાજુ શેખવા ગોંડલ જેલમાંથી બહાર આવતાની સાથે જ તેમના દુશ્મનો ભુર્ગભમાં ઉતરી ગયા છે. માસ્ટર માઈન્ડ રાજુ શેખવા તેમના દુશ્મનો ને ઠંડે કલેજે નીકાલ કરવામાં ખુબ જ માહીર છે. આ પ્રકરણમાં હજુ પણ નવાજુની થશે તેવી લોકમુખે ચર્ચા થાય છે.

રાજુ શેખવા અને તેના પરીવાર જનો ઉપર અપ્રમાણીત મીલ્કત અંગે એ.સી.બી. ની ફરીયાદ પણ ગુજરાત ના લાંચ રૂશ્વત વિરોધી ખાતાના વડા કેશવકુમાર સાહેબ દ્રારા દાખલ કરવામાં આવેલી હતી. તેમા અમરેલીના તત્કાલીન જાંબાજ એસપી નિલદિપરાય સાહેબ દ્વારા ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ના ભોપાલ ખાતે પોલીસની અલગ અલગ ટીમો મોકલી રાજુ શેખવાની કરોડોની મિલકત શીઝ કરવામાં આવી હતી. આ સમયે રાજુ શેખવાએ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્રારા આશરો મેળવી તેમના સગા-સબંધી અને તેની ઘડપકડ ન થાય તે માટે આગોતરા જામીન મેળવી લીધા હતા.

ગુજરાત ના ઉચ્ચ અધિકારી અને રાજકીય વ્યકિતઓ સાથે અંગત ધરાબા ધરાવતો રાજુ શેખવા ગમેતેવા ગંભીર ગુન્હામાંથી એનકેન રીતે જેલમાંથી બહાર નીકળી જાય છે.

error: Content is protected !!