ગોંડલ ના બે મુસ્લિમ યુવક પાસા તળે જેલ હવાલે : માથાભારે ઈસમોને લાજપોર સુરત જેલમાં મોકલી આપ્યાં.


ગોંડલ શહેરમાં વધતીજતી ગૂનાખોરીને લઈને શહેરનો ક્રાઈમરેટ ને કાબુ કરવા માટે માથાભારે ઈસમોની યાદી કરવા અંગેની તંત્રએ સુચના આપતા ગોંડલ શહેરમાંથી બે ઈસમોની યાદી તૈયાર કરી કલેક્ટર રેમ્યા મોહન સોપતા જરૂરી કાર્યવાહી કરી પાસા હેથળ જેલ હવાલે કરવાનો હુકમ કરતાં એલ સી બી એ કાર્યવાહી હાથ ધરી હતી
સૂત્રોમાંથી મળતી વિગત મુજબ પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના અન્યવે જીલ્લામાં માથાભારે ઈસમોની યાદી કરી પાસાતળે કાર્યવાહી કરવા ગ્રામ્ય એલ સી બી ને સુચના આપતા એમ એન રાણા મહેશ જાની અનિલ ગુજરાતી સહિતના પોલીસ કમૅચારીએ ગોંડલ શહેરના બે મુસ્લિમ યુવક જુમકો હબીબભાઈ કારવા ખાટકી રજાક અબુભાઈ કાથરોટીયા ખાટકી રહે બન્ને ભગવતપરા ગોંડલ. ની યાદીમાં નામ આવતાં એલ સી બી એ કલેક્ટર રેમ્યા મોહન તરફ મોકલી આપતાં અટકાયતી હુકમ મેળવી બન્ને ઈસમોને પાસા હેથળ અટકાયત કરી સુરત લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યાં હતાં

error: Content is protected !!