ગોંડલ નાં ગુંદાળા ફાટક નાં ટ્રાફીક થી હવે મુક્તિ:રુ.૨૭ કરોડનાં ખર્ચે ફાટક પર બનશે ઓવરબ્રિજ:બે વર્ષ માં ઓવરબ્રિજ તૈયાર થઈ જશે:ખાત મુહૂર્ત કરાયુ.

ટ્રાફિક થી સતત ધમધમતા રહેતા ગુંદાળા ફાટક પર ગુજરાત સરકાર ની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા રુ.૨૭ કરોડ નાં ખર્ચે બની રહેલા ઓવરબ્રિજ નું આજે ખાતમુહૂર્ત થતા રાહદારીઓ માં હર્ષ ની લાગણી ફેલાઇ હતી.આ સાથે વારંવાર ફાટક બંધ થતા ટ્રાફિક જામ સમસ્યાનો પણ અંત આવશે.


પ્રાપ્ત વિગત મુજબ શહેર નાં ધરોહર સમા ગુંદાળા રોડ પર આવેલા ગુંદાળા ફાટક પર થી રોજીંદા અઢાર થી વીસ ટ્રેન આવન જાવન કરતી હોય વારંવાર ફાટક બંધ રહેતુ હોય રાહદારીઓ માટે ફાટક ત્રાસદાયક બન્યુ છે.અગ્રીમ ગણાતું માર્કેટ યાર્ડ ઉપરાંત મહત્વની સ્કુલો તથા બાયપાસ જવા માટેનો ગુંદાળા રોડ મહત્વ નો રાજમાર્ગ હોય ફાટક ને કારણે અહી રોજીંદા ટ્રાફિક જામ નાં દ્રશ્યો સર્જાતા રહેછે.રાહદારીઓ ટ્રાફિક માં ફસાઈ જાયછે.તો પોલીસ ને ટ્રાફિક ક્લિયર કરાવતા નાકે દમ આવી જાયછે.


આવા સંજોગો માં ધારાસભ્ય ગીતાબા જાડેજાની વારંવાર ની રજુઆત ને કારણે ગુંદાળા ફાટક પર ઓવરબ્રીજ મંજુર કરાતા ધારાસભ્ય નાં પ્રતિનિધિ અને યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ )જાડેજાનાં હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતુ.આ વેળા નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા,ઉપપ્રમુખ કાન્તાબેન સાટોડીયા,કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા,ભાજપ મોવડી અશોકભાઈ પીપળીયા,ચંદુ ભાઈ ડાભી,મનીષ ભાઈ રૈયાણી,રમેશભાઈ સોનદરવા,પુથ્વિ સિંહ જાડેજા,ગોપાલભાઈ ભુવા,જેન્તિ ભાઈ સાટો ડીયા,ગફાર ભાઈ ચૌહાણ,રફીક ભાઇ કઇડા,અશ્વિન ભાઈ પાચાણી,પ્રકાશભાઈ સાટોડિયા ,તેમજ માર્કેટિંગ યાર્ડ ના વાઇસ ચેરમેન ધર્મેન્દ્ર સિંહ જાડેજા,પાલીકા સદસ્યો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.


ઓવરબ્રિજ ગુંદાળા રોડ પર બચુબાવા ચેમ્બર્સ થી લઈ ગંગોત્રી સ્કુલ સુધી ૬.૫૦ મીટરની લંબાઇ તથા ૭.૫૦ મીટર ની પહોળાઇ નો બનશે.મહેસાણા નાં રાકેશ કન્સ્ટ્રક્શન દ્વારા બે વર્ષ માં ઓવરબ્રિજ નું કામ પુર્ણ થશે અને તુરંત કામ શરુ કરાશે તેવું જણાવાયું હતું.

error: Content is protected !!