ગોંડલની ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં  મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા પાર્થિવ શિવલિંગની પૂજા કરી દિવ્ય અને ભવ્ય ઉજવણી કરી.

ગોંડલની ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાતના ઘણા વિસ્તાર માંથી વિદ્યાર્થીઓ આવીને ઉચ્ચતમ અભ્યાસ કરે છે. ઉચ્ચ અભ્યાસની સાથે વિદ્યાર્થીઓ તેના જીવનના દરેક તબક્કે ઘડાય એવી કટિબદ્ધતા આ સ્કૂલની રહી છે.

આ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આ સ્કૂલમાં રહીને અભ્યાસ કરતા ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ સ્વ હસ્તે પાર્થિવ શિવલિંગનું નિર્માણ કર્યું. મહાશિવરાત્રીની સંધ્યાએ સ્કૂલના ગ્રાઉન્ડમાં  વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા બ્રાહ્મણોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે દરેક વિદ્યાર્થીએ સ્વ હસ્તે બનાવેલી પાર્થિવ શિવલિંગની મહાપૂજા કરી અનેરો અને દિવ્ય શિવપર્વ ઉજવ્યો.

જ્ઞાન, ભક્તિ અને શિસ્તનો ત્રિવેણી સંગમ બતાવ્યો. સ્કૂલ એક મંદિર છે અને સ્કૂલનો દરેક વિદ્યાર્થી એ મંદિરનો પૂજારી છે એ માત્ર શબ્દોથી નહીં પરંતુ આ કાર્યથી કરી બતાવ્યું.

એક સંપૂર્ણ વિદ્યાર્થીમાં શિક્ષણની સાથે આધ્યાત્મિકતા અને શારીરિક વિકાસ પણ ખૂબ જ મહત્વના છે. હાલના આધુનિક યુગમાં ભૂસાઈ રહેલા આધ્યાત્મિક ગુણોને ફરીથી ઉજાગર કરવા માટે આવા દિવ્ય કાર્ય જો શાળામાં વિદ્યાર્થીના સ્વ હસ્તે થશે તો આપણા દેશને ભવિષ્યમાં ઉચ્ચ મૂલ્યવાન નાગરિકની ભેટ મળશે એવું ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલનું માનવું છે.

મહાશિવરાત્રીની સંધ્યાએ પાર્થિવ શિવલિંગ ની મહાપૂજા દ્વારા અનેક ઓમકાર અને મહામૃત્યુંજય મંત્રના ઉચ્ચારણ કરી વિદ્યાર્થીઓએ ખૂબજ રમણીય, અલૌકિક, દિવ્ય શિવભક્તિની અનુભૂતિ કરી અને મહાશિવ પુજાનું સૌભાગ્ય મેળવ્યું. હિન્દુ સંસ્કૃતિના મૂલ્યો વિદ્યાર્થીઓમાં જળવાઈ રહે એ માટે દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના હસ્તે કરાવવામાં આવે છે.

મહા શિવપૂજાના અંતે સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપ છોટાળા, પ્રિસિપાલ દેવ્યાની ઝાલા તેમજ વાઇસ પ્રિન્સિપાલ પારસ શર્મા દ્વારા બધાનો સહ હૃદય આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

error: Content is protected !!