કોટડાસાંગાણીના માણેકવાડા પાસે ફિલ્મી ઢબે પીછો કરી રાજકોટ રૂરલ એલસીબીએ દારૂની ૩૪૮ બોટલ ઝડપી લીધી.
પીક અપ વાહન અને દારૂનો જથ્થો મળી રૂ.૩.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી માણેકવાડાનો જીતેન્દ્રસિંહ જાડેજા અને ચાલક વાહન રેઢું મૂકી નાસી છૂટ્યા
પીઆઈ વી.વી. ઓડેદરા અને તેમની ટીમની કાર્યવાહી, હેડ કોન્સ્ટેબલ અનિલભાઇ ગુજરાતી, દિગ્વિજસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરાની બાતમી
કોટડા સાંગાણીના માણેકવાડા પાસે ફિલ્મી ઢબે પીછો કરી એલસીબીએ દારૂની ૩૪૮ બોટલ ઝડપી લીધી હતી જોકે આરોપી માણેકવાડાનો જીતેન્દ્રસિંહ જાડેજા અને ચાલક વાહન રેઢું મૂકી નાસી છૂટ્યા હતા.
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ જિલ્લામાં ચાલતી ગેરકાયદે દારૂ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા તેમજ સફળ રેઇડો કરવા સુચના આપેલ હતી. જે અનુસંધાને પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, પીએસઆઇ ડી.જી.બડવાની રાહબરી હેઠળ એલ.સી.બી.ની ટીમ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતી.
જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિલભાઇ ગુજરાતી, દિગ્વિજસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરાને હકીકત મળેલ કે, જીતેન્દ્રસિંહ નિર્મળસીંહ જાડેજા (રહે. માણેકવાડા, તા. કોટડાસાંગાણી)એ પોતાના ભોગવટાની અશોક લેલન્ડ કંપનીની દોસ્ત (પીક-અપ) વાહન રજી.નં- જીજે -03-એ ડબ્લ્યુ-4130 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે ભરી મોટામાંડવા ગામેથી માણેકવાડા ગામે આવનાર છે. જેથી એલસીબીએ વોચ ગોઠવી માણેકવાડા ગામે હકીકત વાળુ વાહન આવતા વાહન ચાલકને શંકા જતા વાહન પાછુ વાળી મોટામાંડવા ગામના કાચા રસ્તે ભગાડતા તેનો પીછો કરતા વાહન ચાલક અને જીતેન્દ્રસિંહ વાહન રેઢુ મુકી નાશી ગયો હતો.
પોલીસે આ વાહનમાંથી દારૂની ૩૪૮ બોટલ જેની કિંમત રૂ. ૧,૬૨,૨૪૦ અને અશોક લેલન્ડ કંપનીની દોસ્ત (પીક-અપ) વાહનની કિંમત રૂ.૨ લાખ ગણી કુલ રૂ.૩,૬૨,૨૪૦નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને કોટડા સાંગાણી પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. આ કામગીરી એલ.સી.બી. પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, પીએસઆઇ ડી.જી.બડવા, એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, રવીદેવભાઇ બારડ, રોહીતભાઇ બકોત્રા, હેડ કોન્સ્ટેબલ અનીલભાઇ ગુજરાતી, દિગ્વિજસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા, ધર્મેશભાઇ બાવળીયા, ઘનશ્યામસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ભોજાભાઈ ત્રામટા, મથુરભાઇ વાસાણી, ભાવેશભાઇ મકવાણા, અનીરૂધ્ધસિંહ જાડેજા વગેરે દ્વારા કરવામાં આવી હતી.