કેટરર્સ કામે ગયેલી ગોંડલ પંથકની 15 વર્ષની સગીરાનું સાથી કર્મચારી દ્વારા અપહરણ.

કેટરર્સ કામે ગયેલી ગોંડલ પંથકની 15 વર્ષની સગીરાનું સાથી કર્મચારી દ્વારા અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. સગીરાની માતાની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે શ્રીનાથગઢના રવિ ગોપાલભાઈ સોલંકી સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.


પ્રાપ્ત વિગત મુજબ, 15 વર્ષીય સગીરા કેટરર્સ કામે જતી હતી. સાથે તેના ગામનો રવિ પણ આ કેટરર્સ ટીમમાં કામ કરતો હતો. તા.1 માર્ચના રોજ સડક પીપળીયા ગામે પ્રસંગ હોવાથી ત્યાં કેટરર્સ કામે ટીમ ગઈ હતી. જેમાં રવિ અને સગીરા પણ હતી. ત્યાંથી બપોરે બંને એક સાથે ક્યાંય નીકળી ગયા હતા.

કેટરર્સ સંચાલકે તપાસ કરી પણ બંને ક્યાંય મળી ન આવતા સગીરા અને રવિના પરિવારને જાણ કરી હતી. આપમેળે તપાસ કર્યા બાદ સગીરા મળી ન આવતા તેની માતાએ ગોંડલ તાલુકા પોલીસમાં જાણ કરતા પીઆઈ એસ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ઝાલા અને રાઇટર મુકેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે ફરિયાદ નોંધી ગઈકાલે આઇપીસી 363 અને 366 મુજબ ગુનો દાખલ કર્યો હતો. હાલ પીઆઈ એસ.જી. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!