ગોંડલ શહરે વીસ્તારમાં સુરેશ્વર રોડ માર્કઝ પબ્લીક સ્કુલ પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક જયપાલસિંહ રાઠૈાડ નાઓએ જીલ્લામા ગે.કા. ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતીઓ સદંતર બંધ કરાવવા તેમજ પ્રોહી ની ચાલતી ગે.કા. પ્રવૃતી પર સફળ રેઇડો કરવા સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ પો.ઈન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ તથા ડી.જી.બડવા ની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ગોંડલ ભગવતપરા વાછરા ચોકડીએ શંકાસ્પદ કાર નીકળતા જે કાર રોકવા જતા કાર ચાલકે તેના હવાલાવાળી કાર ઉભી રાખેલ નહી અને કાર સુરેશ્વર ચોકડી બાજુ ભગાડેલ જે કાર શંકાસ્પદ જણાતા કારનો પીછો કરતા કાર ચાલક સુરેશ્વર રોડ માર્કઝ પબ્લીક સ્કુલ પાછળના ભાગે કાર રેઢી મુકી નાશી ગયેલ જે કારમાંથી ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂ નો જથ્થો મળી આવતા કાર ચાલક વીરૂધ્ધ ગોંડલ સીટી પો.સ્ટેમાં પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી કરવામા આવેલ છે.
*આરોપી*– મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ મોડલની કાર રજી.નં. GJ-06-CM-6116 વાળી નો ચાલક (અટક કરવા પર બાકી)
*મુદ્દામાલ*
(૧) ઇગ્લીશ દારૂની કંપની શીલપેક બોટલો નંગ-૩૧૧ કિ.રૂ. ૧,૪૧,૧૦૦/-
(૨) મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ મોડલની કાર રજી.નં. GJ-06-CM-6116 વાળી કી.રૂ.૧,૦૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ કિ.રૂ.૨,૪૧,૧૦૦/-
કામગીરી કરનાર ટીમ:-
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. ડી.જી.બડવા તથા એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રીવેદિ તથા પો. હેડકોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા પ્રહલાદસીંહ રાઠોડ તથા દિગ્વીજસીંહ રાઠોડ તથા રૂપકભાઇ બોહરા તથા ધર્મેશભાઇ બાવળીયા તથા ભાવેશભાઇ મકવાણા વી સ્ટાફનાઓ દ્રારા કરવામાં આવેલ છે.