ભુણાવા ગ્રામ પંચાયત માં ભ્રષ્ટાચાર નાં મુદ્દે આમરણાંત ઉપવાસ આંદોલન:આગેવાન દ્વારા તાલુકા પંચાયત કચેરી સામે છાવણી નંખાઇ.
ગોંડલ તાલુકાનાં ભુણાવા ગ્રામ પંચાયત માં બેફામ ભ્રષ્ટાચાર કરાયો હોય આ અંગે અનેક રજુઆતો કરવા છતા તંત્ર દ્વારા થાબણભાણાં કરાતા હોય ભુણાવાનાં આગેવાન વિક્રમસિંહ જાડેજા દ્વારા ભ્રષ્ટાચાર ની તપાસ ની માંગ સાથે તાલુકા પંચાયત કચેરી નાં ગેઇટ પાસે છાવણી નાંખી આમરણાંત ઉપવાસ આંદોલન શરુ કરાયું છે.
આમરણાંત ઉપવાસ શરુ કરનારા વિક્રમસિંહ જાડેજાએ જણાવ્યું કે ભુણાવા ગ્રામ પંચાયત નાં સરપંચ દ્વારા સિમેન્ટ રોડ,પેવરરોડ સહિત નાં કામ માં ભ્રષ્ટાચાર કરાયોછે.કેટલાક બિલ્ડીંગો માત્ર કાગળ ઉપર બન્યાછે.અને તેના બીલ ચુકવી દેવાયાછે.એસ્ટીમેન્ટ મુજબ કામ પણ કરાયા નથી.
વિક્રમસિંહે જણાવ્યું કે છેલ્લા દશ મહીના થી ટીડીઓ સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતા કોઇ પગલા લેવાયા નથી.
તાલુકા વિકાસ અધિકારી તથા એન્જિનિયર દ્વારા ભ્રષ્ટાચાર નાં મુદ્દે તપાસ નું નાટક કરાયું હતુ.કહેવાતી તપાસ માં ભ્રષ્ટાચાર સાબીત થતા તપાસ નું ફીંડલુ વાળી દેવાયાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
નાયબ કાર્યપાલક ઇજનેર કક્ષાએ તપાસ કરવાની માંગ સાથે વિક્રમસિંહ જાડેજાએ આમરણાંત ઉપવાસ શરુ કર્યા છે.