છ કરોડનાં ખર્ચે રિનોવેશન કરાયેલાં ગોંડલ રેલ્વે સ્ટેશન નું પ્રધાન મંત્રી નાં હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન.
ગોંડલ નાં હેરિટેઝ ગણાતા રેલ્વે સ્ટેશન નું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રુ.છ કરોડ નાં ખર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાયુ હતુ.
ગોંડલ રેલ્વે સ્ટેશન માં રોજીંદા ૧૮ થી ૨૦ પેસેન્જર ટ્રેન તથા ૮ થી ૧૦ ગુડ્સ ટ્રેન પસાર થાયછે.રોજીંદા હજારો મુસાફરોની આવન જાવન હોયછે.ત્યારે સ્ટેશન નાં ત્રણ પ્લેટફોર્મ ને ઉંચા લેવાયા છે.અને બે પ્લેટફોર્મ ને લંબાવાયાછે.ઉપરાંત ટોઇલેટ, એસી.વેઇટિંગ રુમ, ઇન્ડીકેટર, એનાઉન્સમેન્ટ, સબવે સહિત ની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.
લ
ઉદ્ઘાટન સમારોહ માં ગોંડલ નાં રાજવી હિમાંશુસિહજી,સાંસદ નાં પ્રતિનિધિ ડો.નૈમિષભાઈ ધડુક, નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા,નગર પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા,ઉપપ્રમુખ કાન્તાબેન સાટોડીયા,શહેર ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા,રીનાબેન ભોજાણી સહિત આગેવાનો, રેલ્વે ભાવનગર ડીવીઝન નાં સિનિયર ડીઇઇ રમેશચંદ્ર મીના સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.