હળવદ પાલિકાના પ્રમુખ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ.
હળવદ નગરપાલિકા ના મહિલા પ્રમુખના અઢી વર્ષ આગામી ૨૪ ઓગસ્ટના રોજ પૂર્ણ થવાના હોય ત્યારે આગામી અઢી વર્ષ માટે ની પ્રમુખની ચૂંટણી યોજનાઓની હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના ના જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા હળવદના સર્કિટ હાઉસ ખાતે પાલિકાના સભ્યો અને સંગઠનના સહિતના ૩૯ હોદ્દેદારો સન્સ પ્રક્રિયા લેવાં મા આવ્યા હતાજેમાં હળવદના ભાજપના બે જૂથના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
હળવદ નગરપાલિકા વિસ્તારમાં ૭ વોડે આવેલા છે જેમાં ૨૮ સભ્યોએ ચૂંટાયેલા છે ૧૮ સભ્યો ભાજપના અને ૧૦સભ્યો કોંગ્રેસના છે હાલ નગરપાલિકા ભાજપ શાસિત છે ત્યારે હળવદ નગરપાલિકાનું અઢી વરસ મહિલા પ્રમુખ હિનાબેન રાવલ એ શાસન કર્યું હતું આગામી ૨૪ ઓગસ્ટના રોજ અઢી વર્ષ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા શુક્રવારે હળવદના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ. આગેવાની હેઠળ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં એ ગુપ મા પૂવૅ પાલિકા પ્રમુખ અને પાલિકા ના સભ્ય રણછોડભાઈ દલવાડી અને બી ગ્રુપ માં પાલિકાના સેનીટેશન ના ચેરમેન અને સભ્ય રમેશભાઈ પટેલ બંને નામ પ્રમુખ તરીકે ચચોઈ રહ્યા છે જેમાં હળવદમાં ધારાસભ્ય પરસોતમ સાબરીયા જયંતીભાઈ કવાડિયા ના બે જૂથો ઘણા સમયથી ચાલી રહ્યા છે જયંતીભાઈ કવાડિયા નુ એ ગુપ અને ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા નું બી ચાલી રહ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે જિલ્લામાંથી આવેલા એ ગ્રુપના કેટલા ભાજપના સમર્થકોએ સેન્સ આપેછે ને બી ગ્રુપ માં કેટલા સમથેકો સન્સ આપે છે
ત્યારે સન્સ મા પાલિકાના ૧૮ સભ્યો ઓ અને ભાજપ ના હોદ્દેદારો સહિતના ૩૯ હોદ્દેદારો સેન્સ આપ્યા હતા પરંતુ આગામી ૨૪ તારીખે સામાન્ય સીટ પર પ્રમુખની ચૂંટણીઓ યોજાનારી છે ત્યારે ભાજપના છ સભ્યો કોંગ્રેસના સમર્થનમાં હોવાની ચર્ચા કોંગ્રેસ પંથકમાં ચર્ચાઈ ચાલી રહી છે ત્યારે આ અંગે હળવદ શહેર ભાજપ પ્રમુખ અજય ભાઈરાવલ ને પૂછતા તેવોએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માં અમારે કોઈ જૂથવાદ નથી ચાલતું અમારા પક્ષનાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા શુક્રવારે સન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે ભાજપ પ્રદેશમા મોવડી મંડળ નક્કી કરે કોને કેટલા સન્સ આપે છે ત્યારે બાદ પ્રમુખ નો નિર્ણય. પ્રદેશ ભાજપ માથી લેવા મા આવશે અમારા પાલિકાના ના કોઈ સભ્યો કોંગ્રેસના સમૅથન માં નથી તેમ જણાવ્યું હતું. આ સન્સ પ્રક્રિયા મા મોરબી જિલ્લા પ્રમુખ રાધવજી ભાઈ ગડારા રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારધી જિલ્લા ભાજપ અગ્રણી પ્રદિપ વાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા
હળવદ. રમેશ ઠાકોર દ્વારા