ગોંડલ બાયપાસ ઉમવાડા ચોકડી પાસે બપોર નાં સુમારે લીંબડી થી જુનાગઢ જઈ રહેલ કેરી માલવાહક વાહન નાં ચાલક ને ચાલુ વાહને હૃદય બેસી જતા આગળ ઉભેલા છોટા હાથી સાથે પાછળથી અથડાતા ઘટના સ્થળે મોત નિપજ્યું.

ગુડ્સ ટેમ્પો ચાલક ને ચાલુ વાહને એટેક આવતા આગળ ઉભેલા છોટા હાથી સાથે અથડાતા મોત:ઉમવાડા ચોકડી પાસે સર્જાયો અકસ્માત:

ગોંડલ બાયપાસ ઉમવાડા ચોકડી પાસે બપોર નાં સુમારે લીંબડી થી જુનાગઢ જઈ રહેલ કેરી માલવાહક વાહન નાં ચાલક ને ચાલુ વાહને હૃદય બેસી જતા આગળ ઉભેલા છોટા હાથી સાથે પાછળથી અથડાતા તેનું મોત નિપજ્યું હતું.બનાવ બાદ પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવ અગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરીછે.


પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી બાહિલાપરા માં રહેતા અજીબભાઇ ઇશાભાઇ ખોજાણી ઉ.૫૧ પોતાનું કેરી માલવાહક લઈ જુનાગઢ જઈ રહ્યા હતા.બપોર નાં બાર કલાકે ગોંડલ બાયપાસ ઉમવાડા ચોકડી પાસે પંહોચ્યા ત્યારે અચાનક હૃદય બેસી જતા ગભરાટ ને કારણે બેલેન્સ ગુમાવતા રોડ પર આગળ ઉભેલા મરચાની ભારી ભરેલા છોટાહાથી ની પાછળ કેરી વાહન ધડાકાભેર અથડાયુ હતુ.અકસ્માત સર્જાતા કેરી વાહન નું સ્ટીયરીંગ ચાલક અજીબભાઇની છાતીમાં ભિંસાયુ હતું.આમ અજીબભાઇ નું મોત નિપજ્યુ હતુ.


ડ્રાઇવીંગ નો વ્યવસાય કરતા અજીબભાઇ લીંબડીમાં બે ભાઇઓ નાં સંયુક્ત પરિવાર માં રહેતા હતા.સંતાન માં બે દીકરા તથા બે દીકરીઓ હોવાનું જાણવા મળેલ હતુ.
બનાવ અંગે બી ડીવીઝન નાં પોલીસ જમાદાર ઇન્દુભા જાડેજાએ તપાસ હાથ ધરીછે.

error: Content is protected !!