Gondal-રૂ.છ કરોડ નાં ખર્ચે રિનોવેશન કરાયેલા ગોંડલ નાં હેરિટેઝ રેલ્વે સ્ટેશન નું તા.૨૬ નાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલ ઉદ્ઘાટન કરશે.

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ૫૫૪ રેલ્વે સ્ટેશન નાં પુન:વિકાસ તથા ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ, અડરપાસ નાં શિલાન્યાસ લોકાર્પણ અંતર્ગત રુ.છ કરોડ નાં ખર્ચે રિનોવેશન કરાયેલા ગોંડલ નાં હેરિટેઝ રેલ્વે સ્ટેશન નું વર્ચુઅલ ઉદ્ધાટન તા.૨૬ સોમવાર નાં સવારે ૧૦:૪૫ કલાકે દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે થનાર છે.

રેલ્વે નાં ભાવનગર ડીવીઝન મેનેજર ના માર્ગદર્શન હેઠળ યોજાનાર કાર્યક્રમ માં ભાવનગર ડીવીઝન નાં સિનિયર ડીઇઇ રમેશચંદ્ર મીના ઉપરાંત સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત આગેવાનો ઉપસ્થિત રહેનાર છે.

ગોંડલ મહારાજા સર ભગવતસિહ સૌરાષ્ટ્ર માં રેલ્વે નાં પાયોનિયર ગણાયછે.સૌરાષ્ટ્ર માં પ્રથમ રેલ્વે શરુ કરવાનું બહુમાન સર ભગવતસિહ ને ફાળે જાયછે.ગોંડલ નાં રેલ્વે સ્ટેશન ની સ્થાપનાં ભગવતસિહ બાપુ દ્વારા સને ૧૯૩૨ માં કરાઇ હતી.તે પહેલા હાલ નગરપાલિકા કચેરી જ્યાં બેસે છે તે બિલ્ડીંગ રેલ્વે સ્ટેશન હતુ.સુવર્ણ મહોત્સવ નગર વેળા સ્ટેશન પ્લોટ નાં વિસ્તરણ સમયે હાલનું રેલ્વે સ્ટેશન બંધાયુ હતુ.


ગોંડલ તથા જેતલસર નાં રેલ્વે સ્ટેશન હેરિટેઝ ની વ્યાખ્યામાં હોય બિલ્ડીંગ ની તોડફોડ વગર રિનોવેશન કરાયા છે.

ગોંડલ રેલ્વે સ્ટેશન માં ત્રણ પ્લેટફોર્મ ને ઉંચા લેવાયા છે.અને બે પ્લેટફોર્મ ને લંબાવાયા છે.ઉપરાંત પે એન્ડ યુઝ ટોઇલેટ, એસી.વેઇટિંગ રુમ,ઇન્ડીકેટર,એનાઉન્સમેન્ટ,એક થી બીજા પ્લેટફોર્મ પર જવા આવવા સબવે સહિત ની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.
ગોંડલ રેલ્વે સ્ટેશન પર રોજીંદા ૧૮ થી ૨૦ ટ્રેન તથા ૮ થી ૧૦ ગુડ્સ ટ્રેન ની અવરજવર રહેછે.ત્યારે રેલ્વે સ્ટેશન ની નવી સુવિધાઓ ગોંડલ પંથક માટે આશિર્વાદ રુપ બનશે.

error: Content is protected !!