ગોંડલના આશાપુરા ડેમ માં માછલીને લોટ નાખતી વેળા લપસી જવાથી ડેમમાં પડી જતા વેપારીનું મોત.

આશાપુરા ડેમ માં માછલીને લોટ નાખતી વેળા લપસી જવાથી ડેમમાં પડી જતા વેપારીનું મોત:છેલ્લા ચાર વર્ષ થી માછલીને લોટ નાખવાનો ક્રમ હતો:પરોપકારી વેપારીનાં નિધનથી વેપારી આલમ શોકમગ્ન:

છેલ્લા ચાર વર્ષ થી આશાપુરા ડેમ માં વહેલી સવારે માછલીઓને લોટ નાંખી પરોપકાર નું કાર્ય કરતા પ્રૌઢ વેપારીનું સવારે માછલીને લોટ નાખતી વેળા પગ લપસી જતા ડેમનાં ઉંડા પાણીમાં ગરક થઈ જવાથી મોત નિપજતા શોક ફેલાયો હતો.મૃતક ને સંતાન માં બે દીકરાઓ છે.અને બન્ને પરણીત છે.બનાવ નાં પગલે આશાપુરા ડેમ દોડી ગયેલા ફાયર સ્ટાફે વેપારીનાં મૃતદેહ ને ડેમ માંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.


પ્રાપ્ત વિગત મુજબ માંડવીચોક માં હરગોવિંદ માવજી નાં નામે પાનબીડીનાં જુના હોલસેલ વેપારી હરેશભાઈ તુલશીદાસ ખોદાણી ઉ.૫૮ નિત્યક્રમ મુજબ સવારે આઠનાં સુમારે આશાપુરા ડેમ માં માછલીઓને લોટ નાંખવા ગયા હતા.

લોટ નાંખતી વેળા અચાનક પગ લપસતા ડેમ નાં ઉંડા પાણીમાં ખાબકતા ડુબી જવાથી મોત નિપજ્યું હતું.ફાયર સ્ટાફે તેમનાં મૃતદેહ ને પાણી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.બનાવ ની જાણ થતા તેમનો પરિવાર હતપ્રત બની હોસ્પિટલ દોડી ગયો હતો.


જાણવા મુજબ રાધાકૃષ્ણ નગર માં રહેતા અને માંડવીચોક ગોળાઇ માં પાનબીડી ની હોલસેલ ની દુકાન ધરાવતા હરેશભાઈ તથા તેમનાં પત્નિ પલ્લવીબેન છેલ્લા ચાર વર્ષ થી વહેલી સવારે આશાપુરા ડેમ માં માછલીઓને લોટ નાંખવા જતા હતા.

પલ્લવીબેન સુરત પ્રસંગ માં ગયા હોય સવારે એકલા હરેશભાઈ નિત્યક્રમ મુજબ આશાપુરા ડેમ માછલીઓને લોટ નાંખવા પંહોચ્યા હતા.પણ કુદરતે કંઇક જુદુ જ ધાર્યું હોય તેમ જીવદયાનું કાર્ય કરતી વેળા મોત ને ભેટ્યા હતા.બનાવ નાં પગલે વેપારીઓ માં શોક ફેલાયો હતો.બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરીછે.

error: Content is protected !!