ગોંડલના સડક પીપળિયા ગામે ગાળો બોલવાની ના પાડતા પરિવાર ઉપર હુમલો.
સડક પીપળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા પરિવાર ઉપર કાર ચડાવી દઈ સાત થી આઠ શખસોએ ધોકા, પાઇપ વડે હુમલો કરવામાં આવતા ત્રણ મહિલા સહીત ચારને ઇજા થતા પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સડક પીપળીયા ગામે રહેતા નરેશભાઈ કિશોરભાઈ દાફડા અને પરિવારજનો ઘર પાસે પડોશીના લગ્ન હતા ત્યારે ઉભા હતા એ સમયે ત્યાં પડોશમાં રહેતા કેટલાક શખ્સો આવી ગાળો બોલતા હોવા થી તેને ગાળો બોલવાની ના પાડી ટપારતા ધીરુ મકવાણા, મુકેશ, ગૌરવ સોલંકી, આશીષ, લાલો સહિતના અજાણ્યા માણસોએ નરેશભાઈ દાફડા (ઉ.વ.૩૮)ના ઉપર ધોકા પાઇપ વડે તૂટી પડતા તેને છોડાવવા વચ્ચે પડેલા હીરાબેન રાણાભાઇ દાફડા (ઉ.વ.૫૬), વિભૂતીબેન રાણાભાઇ દાફડા (ઉ.વ.૨૨) , શાંતાબેન મહેશભાઈ દાફડા (ઉ.વ.૪૫)ને ઇજા થતા સારવાર માટે પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.