ગોંડલ ઘોઘાવદર રોડ પર બાઈક અકસ્માત માં રામોદ ના યુવક નું મોત નીપજ્યું : ક્યાં વાહન સાથે અકસ્માત થયું તેને લઈને તપાસ શરૂ.
ગોંડલ ઘોઘાવદર રોડ પર આવેલ HP ના પેટ્રોલ પમ્પ પાસે રામોદ ના યુવક નું અકસ્માત માં મોત નીપજ્યું. બાઈક સવાર ગોંડલ થી રામોદ ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો બાઈક સવાર નું અકસ્માત ક્યાં વાહન સાથે થયું તેને લઈને ગોંડલ શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોંડલ ઘોઘાવદર રોડ પર HP ના પેટ્રોલ પમ્પ પાસે અકસ્માત માં એક રામોદ ના યુવક નું મોત નીપજ્યું. કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામ રહેતો અને ગોંડલ ના એગ્રો માં જોબ કરતો જ્યોત રાજેશભાઇ સોજીત્રા (ઉ.વ.17) નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું
ગત રાત્રી ના ગોંડલ જોબ પર થી પરત રામોદ પોતાના ઘર તરફ જતો હતો તે દરમિયાન ઘોઘાવદર રોડ પર HP પેટ્રોલ પમ્પ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલક બાઈક અથડાતા અકસ્માત થયું હતું. અકસ્માત ને લઈને ગોંડલ નગરપાલિકા ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગંભીર ઇજા જણાતા વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો
જ્યાં ગોંડલ બહાર એમ્બ્યુલન્સ પોહચતા જ યુવક ના શ્વાસ થંભી ગયા હતા. મૃતક ના મૃતદેહ ને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પરિવારની શોધખોળ હાથ ધરી હતી. ગોંડલ શહેર પોલીસ ના મહેન્દ્રભાઈ વાળા સહિત ની ટીમે અજાણ્યા વાહન ચાલક ની શોધખોળ હાથ ધરી છે.