લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને લઈને ગોંડલમાં કોંગ્રેસની કારોબારી અને સંકલન બેઠક યોજાય : શહેરના મુદ્દાઓને લઈને કોંગ્રેસ નેતાઓએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.

ગોંડલ શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને લઈને કારોબારી અને સંકલન બેઠક યોજાય હતી. બેઠક બાદ શહેરના મુદ્દાઓને લઈને કોંગ્રેસ નેતાઓએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સંગઠન અને રણનીતિ અંગે બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું.

ગોંડલ શહેરમાં સ્ટેશન પ્લોટમાં  આવેલ હેમ વાડી ખાતે કાલે કોંગ્રેસ દ્વારા કારોબારી અને સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીની સૂચનાને લઈને તમામ જિલ્લામાં તાલુકા વાઇઝ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને બેઠક કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સૌ પ્રથમ બેઠક રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર ખાતે શહેર અને તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગ યોજાય હતી. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ વસોયા, ગાયત્રીબા વાઘેલા, ભીખુભાઇ વાડોદરિયા હાજર રહ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ ગોંડલ શહેરના પ્રશ્નોને લઈને ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું.

પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા દારૂ, જુગાર અને એલડીઓના ધંધા તાત્કાલિક બંધ કરાવો – કૉંગ્રેસ આવેદન પાત્રમાં લખવામાં આવ્યું છે કે ગોંડલમાં ખુલ્લેઆમ એલડીઓનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. જિલ્લા એસપીએ ગોંડલ લોક દરબારમાં સ્વીકાર્યું હતું કે ડુબલીકેટ એલડીઓનું વેચાણ અટકાવવું અને બંધ કરાવવું એ અમારા હાથમાં નથી.

અમે તેમાં દખલ કરી શકીએ નહીં. એ કાર્ય મામલતદાર, પુરવઠા વિભાગ અને ડેપ્યુટી કલેકટરનું છે. આવી રીતે એકબીજા વિભાગ એકબીજાને ખો આપી રહ્યા છે.

ગોંડલની સ્થાનિક પ્રજાના પ્રશ્નો અંગે પણ ચર્ચા થઈ

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ જણાવ્યું કે બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી અંગે ચર્ચા થઈ હતી. ગોંડલની સ્થાનિક પ્રજાના પ્રશ્નો અંગે પણ ચર્ચા થઈ હતી.

ગોંડલમાં સફાઈનો પ્રશ્ન છે. પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા દારૂ, જુગાર અને એલડીઓના ધંધા તાત્કાલિક બંધ કરાવવા જોઈએ. આ વિસ્તારના ખેડૂતોએ ઉભા પાકની સિંચાઈ માટે ફોર્મ ભર્યા છે. કેટલાક લોકો પાણી ઉપાડી જાય છે. ખેડૂતોનો ઉભો મોલ સુકાય છે.

error: Content is protected !!