સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ ગોંડલ દ્વારા દ્વિતિય સમૂહલગ્ન “પ્રેમનું પાનેતર” ભવ્યાતિભવ્ય લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવ નું આયોજન :31 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે.
આગામી તારીખ 25 ફેબ્રુઆરી ના રોજ સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ ગોંડલ દ્વારા દ્વિતિય સમૂહલગ્ન “પ્રેમનું પાનેતર” ભવ્યાતિભવ્ય લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે તેમાં 31 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ દ્વારા ભવ્યતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ સમૂહ લગ્નનું આયોજન શાહી ઠાઠમાઠથી કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત આ સમુહલગ્નમાં ભવ્ય મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે રક્તદાનકેમ્પનો સમય બપોરે 3 કલાકથી રાત્રે 10 કલાક સુધી રહેશે.
આ સમુહલગ્નમાં સમગ્ર ગુજરાતના દાતાઓ,સમાજશ્રેષ્ઠીઓ,રાજકીય આગેવાનો,ઉદ્યોગપતિઓ તેમજ સમગ્ર ગોંડલ શહેર અને તાલુકામાંથી સૌ જ્ઞાતિબંધુઓ તેમજ દરેક સમાજના આગેવાનો ને આમંત્રણ અપાયા છે આ સમુહલગ્નને સફળ બનાવવામાં આ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ બટુકલાલ ઠુમર, ગિરધરભાઈ વેકરિયા,લાલજીભાઈ તળાવીયા, જીગરભાઈ સાટોડીયા,દિપકભાઈ ઘોણીયા,કમલેશભાઈ ખૂંટ, કિશોરભાઈ ભાલાળા,શૈલેષભાઇ વેકરિયા, ડી. ડી. ઠુમર, ગોપાલભાઈ સખીયા, દિવ્યેશભાઈ લીલા,વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે
તેમજ વિવિધ લેઉવા પટેલ સમાજના સંગઠનો જેવા કે ખોડલધામ મુખ્ય સમિતિ,ખોડલધામ, વિદ્યાર્થી સમિતિ, ખોડલધામ મહિલા સમિતિ તેમજ સમાજના વિવિધ ગ્રૂપો આ સમુહલગ્નમાં સેવા આપવાના છે તો. આ તકે સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ આ ભવ્યાતિભવ્ય શાહી સમુહલગ્નોત્સવ માં ઉપસ્થિત રહેવા લેઉવા પટેલ સમાજના સૌ જ્ઞાતિબંધુઓ તેમજ વિવિધ સમાજના સૌ આગેવાનોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ આપે છે.