ગોંડલમાં જેટકોના સ્ટોર યાર્ડમાંથી 790 કિલો કંડકટર વાયરની ચોરી :સીસીટીવીમાં તસ્કર કેદ.

યાર્ડમાંથી ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા બાદ વાયર ઢસડાયાના નિશાન મળતાં બનાવ સામે આવ્યો: સીસીટીવીમાં તસ્કર કેદ: પોલીસે તપાસ હાથ ધરી

ગોંડલમાં આવેલ જેટકોના સ્ટોર યાર્ડમાંથી 790 કિલો કંડકટર વાયરની ચોરી કરી તસ્કર ફરાર થઈ જતાં ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. બનાવ સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે ગોંડલમાં દેવપરા શેરીમાં રહેતાં જાવેદભાઇ અમીનભાઈ ખાનાણી (ઉ.વ.37) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગોંડલમાં જેતપુર રોડ ઉપર આવેલ 220 કે.વી માં નાયબ ઇજનેર તરીકે નોકરી કરે છે. તેઓ મટીરીયલ રીસીવ તથા આપવાનું કામ કરે છે. તેમની મદદમાં અન્ય એન્જીનીયર અને હેલ્પર સાથે હોય છે. વર્ષ 2018 માં જામનગર ઇન્ટરનલ વિભાગમાંથી કુલ-6885 કીલો ગ્રામનુ કંડકટર (વાયર) મળેલ હતો. જે સામાન જેતપુર રોડ આવેલ સ્ટોર યાર્ડમાં રાખેલ હતો, જ્યાં સુરક્ષામાં એક ગાર્ડ હોઇ છે.

ગઇ તા.01/ ના તેઓને જયાં સ્ટોર આવેલ છે જેની ફરતી દીવાલ આવેલ હોઈ જયા રાખેલ આ મટીરીયલ્સ રાખેલ હતુ ત્યાથી વાયર ઢસડાયેલના નિશાનો દીવાલ તરફ જોવામાં આવતા સી.સી ટી.વી.માં ચેક કર લતા તા.27/12/2023 ના રાત્રીના નવ વાગ્યે અને તા.30/12/2023 ના રાત્રીના બાર વાગ્યાની આસપાસ બે શખ્સો કમ્પાઉન્ડમાં આવેલ હતા અને વાયર ઢસડીને દિવાલ કુદાવી લઇ જતા હતા.

જેથી કંડકટર (વાયર) જોતા અમારા સ્ટોરમાંથી કુલ 6885 કિલોમાંથી 790 કીલો ગ્રામની વજનમાં ઘટ આવેલ જેથી સ્ટોરમાથી કુલ 790 કીલો અંદાજે રૂ.25 હજારનું કંડકટર વાયર અજાણ્યાં શખ્સો ચોરી ફરાર થઇ જતાં ફરીયાદ નોંધાવી હતી.

બનાવ અંગેની ફરિયાદ પરથી ગોંડલ બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.

error: Content is protected !!