ખેડુતવાસ ઢોરી ઉપર બુધાભાઇની દુકાનની બાજુની શેરીમા જાહેર જગ્યામા જુગાર રમતા કુલ-૧૧ શકુનીઓ ને રૂ.૧૧,૮૬૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.
ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં તે દરમ્યાન સંજયભાઇ ચુાડસમાને બાતમીરાહે હકિકત મળેલ કે ખેડુતવાસ ઢોરી ઉપર બુધાભાઇની દુકાનની બાજુની શેરીમા જાહેર જગ્યામા અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી હાથકાપ નો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ-૧૧ ઇસમો જાહેરમાં ગંજી પતાના પના વતી પૈસાની હારજીતનો હાથકાપનો જુગાર રમતા મળી આવતા તેઓને જેમના તેમ બેસાડી દેતા જેમાં
(૧) જીતુભાઇ ધનજીભાઇ રાઠોડ/કોળી ઉવ.૩૦ રહે. ખેડુતવાસ ઢોરી ઉપર બુધાભાઇની દુકાનની બાજુની શેરીમા ભાવનગર (૨) નરેશભાઇ ધીરૂભાઇ મકવાણા/કોળી ઉવ.૩૫ રહે.ફુલસર ઠાકર દૃવારા પાસે ૨૫ વારીયા મકાન નં-૬૫૬ ભાવનગ (૩) અનિલભાઇ ઉર્ફે ગોળુ રમણીકભાઇ રાઠોડ/કોળી ઉ.વ.૧૯ રહે.પ્લોટ નં-૨૨૬ બહુચર માતાના મંદીરની સામે રૂવાપરી રોડ ખેડુતવાસ ભાવનગર(૪) નરેશભાઇ જેન્તીભાઇ બારૈયા/કોળી ઉવ.૩૦ રહે. ખેડુતવાસ ૫૦ વારીયા રામાપીરના મંદીરની સામે ભાવનગર(૫) કીશનભાઇ દામાભાઇ વેગડ/કોળી ઉવ.૨૯ રહે.ખેડુતવાસ અગરબતી વાળો ખાંચો રામાપીરના મંદીર પાસે ભાવનગર (૬) હસમુખભાઇ ઘેલાભાઇ રાઠોડ/કોળી ઉવ.૫૦ રહે.રૂવાપરી રોડ ભિસ્તે મહાકાળી વસાહત મફતનગર ભાવનગર(૭) અજયભાઇ ભોળાભાઇ રાઠોડ/કોળી ઉવ.૩૩ રહે.પ્લોટ નં-૨૨૭ બહુચર માતાના મંદીરની સામે રૂવાપરી રોડ ખેડુતવાસ ભાવનગર(૮) રાહુલભાઇ વલ્લભભાઇ મેર/કોળી ઉવ.૨૬ રહે. ખેડુતવાસ બુધ્ધદેવ સર્કલની આગળ શિતળા માતાના મંદીરની બાજુમા ભાવનગર (૯) શંકરભાઇ બિજલભાઇ રાઠોડ/કોળી ઉવ.૪૬ રહે.ખેટુતવાસ શિતળા માતાના મંદિર પાસે ભવનગર (૧૦) ભરતભાઇ ઉર્ફે મહેશ જેન્તીભાઇ રાઠોડ/કોળી ઉવ.૨૫ રહે.પ્લોટ નં-૨૧૮ બહુચર માતાના મંદીર વાળા ખાંચામા બુધાભાઇની દુકાનની બાજુમા ખેડુતવાસ ભાવનગ (૧૧) ભરતભાઇ રવજીભાઇ રાઠોડ/કોળી ઉવ.૪૫ રહે.પ્લોટ નં-૨૨૭ ખેડુતવાસ શિતળામાતાના મંદિર પાસે પાણીની ટાંકી પાસે ભાવનગર
ઉપરોકત અગીયારેય ઇસમો જાહેરમાં ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીત નો હાથ કાપનો જુગાર રમી-રમાડતા ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/૦૦-,તથા રોકડ રૂ.૧૧,૮૬૦/- નાં મુદ્દામાલ સાથે પકડાય જતા તમામ સામે જુ.ધા.કલમઃ-૧૨ મુજબ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો. ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. હેડ કોન્સ વનરાજભાઇ ખુમાણ તથા મહીપાલસિહ ગોહીલ તથા સાગરભાઇ જોગદિયા તથા ભૈપાલસિંહ ચુડાસમા તથા કલ્યાણસિંહ જાડેજા તથા પો.કોન્સ વિઠ્ઠલભાઇ બારૈયા તથા ઇમ્તીયાઝખાન પઠાણ તથા સંજયભાઇ ચુડાસમા એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.