ગોંડલના ઘોઘાવદર રોડ પર કારમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા.

ગોંડલના ઘોઘાવદર રોડ પર પસાર થતી કારને આંતરી રૂરલ એલસીબીની ટીમે કારમાંથી દારૂની 420 બોટલ સાથે બે શખ્સોને પકડી રૂ.3.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે સપ્લાયર તરીકે ભાવનગરના યોગેશ સિંધીનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી હતી.


પ્રાપ્ત વિગત મુજબ, રેન્જ આઈજી અશોક યાદવ અને રૂરલ એસપી જયપાલસિંહ રાઠૌડે દારૂ-જુગારની બદી નાબુદ કરવા આપેલ સુચનાથી એલસીની પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહીલ, ડી.જી.બડવા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં

ત્યારે એ.એસ.આઈ.રવિદેવભાઈ બારડ, રોહીતભાઈ બકોત્રા,કોન્સ્ટેબલ મનોજભાઈ બાયલ અને પ્રકાશભાઈ પરમારને ગોંડલના ઘોઘાવદર રોડ પરથી દારૂ ભરેલ એક કાર પસાર થવાની છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ વોચમાં હતો ત્યારે ત્યાંથી પસાર થતી કાર નં. જીજે-03-સીએ-2003 ને અટકાવી તપાસ કરતાં કારમાંથી દારૂની 420 બોટલ મળી આવતાં કાર ચાલક પાંચારામ બાબુલાલ બીશ્નોઈ (જાણી) (ઉ.વ.24 રહે.જાખલ,સાંચોર) અને તેની સાથેના મુખ્તાર સીદીક ખીરાણી (ઉ.વ.26),( રહે.મતવાનાઢોરે મોટી બજાર ગોંડલ) ની ધરપકડ કરી દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ.3.73 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

પૂછપરછમાં બંને શખ્સો દારૂનો જથ્થો ભાવનગરના બુટલેગર યોગેશ ચેલારામ સીંધી પાસેથી લીધાની કબુલાત આપતાં એલસીબીએ તેની શોધખોળ હાથ ધરી હતી.

error: Content is protected !!