વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટથી સૌરાષ્ટ્રના કરોડોના વિકાસ પ્રોજેક્ટોનું કરશે લોકાર્પણ-ખાત મુહુર્ત.

રાજકોટ એઇમ્સ, ઝનાના હોસ્પિટલની સાથોસાથ સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર, કચ્છ (ધોળાવીરા) સહિતના વિસ્તારો વિકાસ પ્રોજેક્ટોનો સમાવેશ: વડાપ્રધાનના કાર્યક્રમ માટે રાજ્ય સરકાર દ્વારા બે અધિક કલેક્ટર ચૌધરી અને ઝાલાની નિમણુંક: તડામાર તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.25ને રવિવારે રાજકોટ ખાતે એઇમ્સ અને ઝનાના હોસ્પિટલની સાથે સૌરાષ્ટ્રના કરોડો રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરનાર છે. આ અંગે જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઇમ્સ, ઝનાના હોસ્પિટલની સાથોસાથ સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, કચ્છ સહિતના વિસ્તારોના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં આ વિકાસકામોનો કુલ આંકડો પાંચ હજાર કરોડની આસપાસનો હોવાનું જાણવા મળ્યું છે.

કલેક્ટર તંત્રના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જંગી જનસભાના સ્થળ પરથી જ આ વિકાસકામોના લોકાર્પણ અને ખાત મુહુર્ત કરનાર છે. જેમાં રાજકોટ કાનાલુસ ડબલીંગ રેલવે લાઇનનો પ્રોજેક્ટ કે જે રૂા.1080 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે. જેનું લોકાર્પણ પણ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગરના રૂા.303 કરોડના 400 કેવી સબ સ્ટેશન, ભાવનગરના રુા. 87 કરોડના એનર્જી એન્ડ પેટ્રો કેમીકલ પ્રોજેક્ટ, અમરેલીના રુા. 56 કરોડના એનર્જી એન્ડ પેટ્રો-કેમીકલ્સ પ્રોજેક્ટ લોકાર્પણ તેમજ પાલીતાણા ખાતે રુા. 285 કરોડના ખર્ચે નિર્માણ થનાર ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલનું ખાત મુહુર્ત આ ઉપરાંત ભાવનગરમાં 118 કરોડના ખર્ચે નિર્માણ થનાર બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલનું ખાત મુહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે તેની સાથોસાથ ધોળા વિરામાં રૂા.66 કરોડના ખર્ચે ટુરીસ્ટ ફેસેલીટી ઉભી કરનાર છે તેનું ખાત મુહુર્ત કરવામાં આવનાર છે.

આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટથી કરનાર છે જેમાં 95 કરોડના ખર્ચે રાજકોટ નજીકના ગવરીદડ ખાતે સમ્પ નિર્માણ કરવામાં આવનાર છે તેના લોકાર્પણનો તખ્તો ઘડી કાઢવામાં આવેલ છે. વડાપ્રધાન મોદી રાજકોટના આ કાર્યક્રમ દરમ્યાન રુા. પાંચ હજાર કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાત મુહુર્ત કરનાર હોવાનું જાણવા મળ્યું છે.

વડાપ્રધાનના રાજકોટના આ કાર્યક્રમ માટે જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉ 26 જેટલી વિવિધ કમિટિઓની રચના કરવામાં આવી હતી આ કમિટિઓ એકશન મોડમાં આવી તૈયારીઓ શરુ કરી દીધી છે તેની સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ માટે બે અધિક કલેકટરોની નિમણુંક કરવામાં આવી છે જેમાં કે.જી. ચૌધરી અને દવુસિંહ ઝાલાને રાજકોટનો હવાલો સોંપવામાં આવ્યો છે.

error: Content is protected !!