ગોંડલ નાં મેતાખંભાળીયા પુલ પરથી બાઇક સાથે નીચે ખાબકેલા બે પિતરાઇ ભાઇઓ નાં ઘટનાસ્થળે કરુણમોત:મોવિયા પ્રસંગ માંથી પરત ફરતી વખતે રાત્રીનાં સર્જાયો અકસ્માત.

ગોંડલ થી દેરડી જવાનાં માર્ગ પર મેતાખંભાળીયા નાં પુલ પર થી ગત રાત્રીનાં બાઇક પર પસાર થઈ રહેલા દેરડી રહેતા બે પિતરાઇ બંધુઓ નાં પુલ નીચે ખાબકતા માથાનાં ભાગે પથ્થર વાગવાથી ગંભીર ઇજાઓ ને કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા.બન્ને પિતરાઇ મોવિયા કૌટુબિંક પ્રસંગ માં ગયા હોય મોડીરાત સુધી ઘરે પરત નહી ફરતા પરિવારજનો એ શોધખોળ કરી હતી.આખરે મોબાઇલ લોકેશન નાં આધારે બન્નેની ભાળ મળી હતી.પરીવાર પુલ પાસે પહોંચ્યો પણ પુલ નીચે બન્ને ભાઇઓ નાં મૃતદેહ નજરે પડતા પરીવારજનો હતપ્રત બન્યા હતા.બાદ માં બન્નેનાં મૃતદેહ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.


પ્રાપ્ત વિગત મુજબ દેરડી ની ખાતરા શેરીમાં રહેતા પિતરાઇ ભાઇઓ રતિલાલ જેરામભાઈ ખાતરા ઉ.૫૭ તથા કિશોરભાઈ ગોરધનભાઈ ખાતરા ઉ.૫૬ મોવિયા ગામે પરીવાર માં શિમંત નો પ્રસંગ હોય મોવિયા ગયા હતા.રાત્રીનાં પ્રસંગ માં જમીને બન્ને ભાઇઓ બાઇક પર દેરડી પરત ફરી રહ્યા હતા.ત્યારે મેતાખંભાળીયા પુલ પર થી પસાર થતી વેળા બાઇક સહિત પુલ નીચે ખાબકતા નીચે પટકાયેલાં બન્ને ભાઇઓ નાં ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યાં હતા. બન્ને ભાઇઓ મોડે સુધી પરત ના ફર્યા હોય કૌટુંબિક ભાઇ શૈલેષભાઈ ખાતરા સહીત નાં કુટુંબીઓ એ દેરડી થી લઈ મોવિયા સુધી શોધખોળ શરુ કરી હતી.રાત્રીનાં અંધકાર માં પુલ નીચે બન્ને ભાઇઓ મૃતપાય હાલત માં પડ્યા હોવાનું કોઈ ને સ્વપ્ને પણ ખ્યાલ નાં હોય.આખરે મોબાઇલ લોકેશન નાં આધારે બન્નેની ભાળ મળી હતી.
મૃતક ભાઇઓ ખેતીકામ કરતા હતા.રતિલાલ ને સંતાન માં એક દીકરો અને એક દીકરી છે.જ્યારે કિશોરભાઈ ને બે દીકરા છે.


અકસ્માત રાત્રીના આઠ થી સાડાઆઠ વચ્ચે સર્જાયો હતો.પરંતુ પરીવાર ને છેક મોડીરાતે જાણ થવા પામી હતી.
બનાવ જ્યાં બન્યો તે મેતાખંભાળીયા નો પુલ સાંકડો અને રેલીંગ વગરનો હોય અવારનવાર અકસ્માત સર્જાતા રહેછે. છ મહીના પહેલા પિતા પુત્રી પણ આ રીતે પુલ નીચે પટકાયા હતા.જેમાં પિતાનું મોત નિપજ્યું હતું.રાજાશાહી સમય માં ભગવતસિહ બાપુએ આ પુલ બંધાવ્યો હતો પણ કોઈ મરામત નાં વાંકે આજે પુલનાં કેટલાક બેલા નીકળી ગયા હોય અને રેલીંગ ના હોય પુલ જીવલેણ બનવા પામ્પો છે.તંત્ર આ ભયજનક પુલ અંગે ગંભીરતા નહી દાખવે તો વધુ જાનહાનીની શક્યતા છે.

error: Content is protected !!