બે દિવસ પુર્વે જસદણ પો.સ્ટે.માં બનેલ ખુનના ગુનાનો ભેદ ઉકેલતી રાજકોટ રૂરલ પોલીસ.

જસદણ પો.સ્ટે,માં નોંધાયેલ ગુન્હામાં પતિ ને મોતને ઘાટ ઉતારી પ્રેમી સાથે મળી લાસને ગોદળા માં વીંટી જસદણ ખાનપર રોડ પર મુકી આવી પોતાના પતિની હત્યા બાબતે જસદણ પો.સ્ટે,માં અન્ય બે વ્યક્તી વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવનાર ને રાજકોટ ગ્રામ્ય SP બલરામ મીણાની સૂચનાથી અને ગોંડલ Dysp પી.એ.ઝાલાનાં માર્ગદર્શન મુજબ જસદણ Pi વી.એચ.જોષી,રાજકોટ ગ્રામ્ય Lcb Pi એમ.એન. રાણા અને Lcb સ્ટાફે પકડી પાડ્યા…

ગઇ તા.૧૧/૦૮/૨૦૨૦ ના રોજ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જસદણ-ખાનપર રોડ ઉપર સ્વામીનારાયણ મંદીર સામેથી હરેશભાઇ સોમાભાઇ કિહલા, જાતે.કોળી, રહે.ખાનપર, તા.બાબરા વાળાની તિક્ષ્ણ હથિયારો ના ઘા મારી હત્યા કરાયેલ હાલતમા લાશ મળી આવેલ હતી. જે સબંધે મરણ જનારના પત્ની રેખાબેન વા.ઓ. હરેશભાાઇ સોમાભાઇ કિહલા, જાતે.કોળી, ઉ.વ.૨૫, રહે.ખાનપર, તા.બાબરા, જી.અમરેલી વાળાએ જસદણ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિના ખુન સબંધે ફરીયાદ આપેલ હતી. જેમા તેઓએ આરોપીઓ (૧) શિવકુભાઇ કાઠી દરબાર રહે.જસદણ તથા (૨) રામશીભાઇ રબારી રહે.જસદણ વાળાઓએ પોતાના પતિ હરેશભાઇને હાથ ઉછીના રૂપિયા આપેલ હોય જે રૂપિયાની લેતી દેતી બાબતે આ બન્ને માાણસોએ પોતાના પતિનું ખુન કરેલ હોવાનું જણાવેલ હતુ. જે સબંધે જસદણ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૧૩૦૨૧૨૦૦૭૪૩/૨૦૨૦, આઇ.પી.સી. કલમ ૩૦૨, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ હતો.
આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ તેમજ સત્ય હકિકત બહાર લાવવા સારૂ શ્રી બલરામ મીણા, પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્યની સુચના અને માર્ગદર્શન મુજબ શ્રી પી.એ.ઝાલા, DYSP ગોંડલના માર્ગદશન હેઠળ એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એમ.એન.રાણા, તથા જસદણ પો.ઇન્સ.શ્રી વી.એચ.જોષી નાઓ એલ.સી.બી. તથા જસદણ પો.સ્ટે.ના માણસોની અલગ અલગ ટીમો સાથે તપાસમાં હતા.દરમ્યાન એલ.સી.બી.ની ટીમ દ્રારા ફરીયાદીએ
ફરીયાદમાં જણાવેલ આરોપી શિવકુભાઇ લખુભાઇ ધાધલ, જાતે.કાઠીદરબાર, રહે. જસદણ,વાળાની સઘન પુછપરછ કરતા તે પોતે તા.૧૦/૦૮/૨૦૨૦ ના કલાક-૧૮/૦૦ વાગ્યાથી અમરેલી જીલ્લાના લાઠી ખાતે ગયેલ હતો અને રાત્રે ત્યાં જ રોકાયેલ હોવાનું જણાવેલ અને તેની સાથે તેનો મિત્ર કમલેશભાઈ અનુભાઈ જોષી જાતે-બ્રાહ્મણ રહે.આટકોટ વાળો પણ સાથે હોવાનું જણાવેલ. જેથી આ કમલેશ જોષીની પુછપરછ કરતા તેણે પણ તેજ હકિકત જણાવેલ. અને ટેકનીકલ માધ્યમની મદદથી તેઓની હાજરી બાબતે ચકાસણી કરતા તેઓની હાજરી અમરેલી જીલ્લાના લાઠી ખાતે હોવાનુ જણાય આવેલ. બાદ આ કામે ટેકનીકલ માધ્યમથી તેમજ ખાનગી રાહે તપાસ કરતા દિનેશ ઉર્ફે મહેશ સ.ઓ. ચોથાભાઇ મકવાણા, જાતે.તળપદા કોળી, રહે. ખાનપર તા.બાબરા, વાળાને મરણ જનારના પત્ની રેખાબેન સાથે અનૈતિક સબંધ હોવાનું જણાય આવેલ જેથી તેની સઘન પુછપરછ કરતા, તેણે જણાવેલ કે, મરણ જનાર હરેશભાઇ કિહલા તેની પત્ની રેખાબેન ને અવાર નવાર માર મારતો હોય અને ત્રાસ આપતો હોય તેમજ પોતાને આ રેખાબેન સાથે અનૈતિક સબંધો હોય જેથી તા.૧૧/૦૮/૨૦૨૦ ના રોજ રાત્રીના બે થી ત્રણ વાગ્યાની આસપાસ મરણ જનાર સુતેલ હતા. તેને તેની પત્ની રેખાબેનએ માથામાં લોખંડની કોષ ના સાત-આઠ ઘા મારી દીધેલ તેમજ દોરડા થી તેને ગળા ટુપો આપી તેનુ મોત નિપજાવેલ હતુ અને બાદમા તેની લાશને ગોદડામાં બાંધી મોટર સાયકલ ઉપર જસદણ-ખાનપર રોડ ઉ૫ર મુકી આવેલ હતા તેવી કબુલાત આપેલ છે. જે આધારે શ્રી વી.એચ.જોષી, પો.ઇન્સ.શ્રી જસદણ નાઓએ આ કામે મરણ જનારના પત્ની રેખાબેન વા.ઓ. હરેશભાાઇ કિહલા રહે.ખાનપર તા.બાબરા વાળાને બોલાવી તેઓની પુછપરછ કરતા, તેઓએ પણ પોતાના પતિ પોતાને માર મારતા હોય અને ત્રાસ આપતા હોય જેથી પોતાના પતિ સુતેલ હતા તે વખતે પોતેજ તેને લોખંડની કોષના ઘા મારી તથા દોરડાથી ગળા ટુપો આપી તેનું મોત નિપજાવેલ અને બાદમાં પોતાના પ્રેમી સાથે મળી તેના મોટર સાયકલમાં લાશને જસદણ-ખાનપર રોડ ઉપર મુકી આવેલ હોવાની કબુલાત આપેલ છે. જેથી આ ગુનામાં ફરીયાદી પોતેજ આરોપી બનેલ છે. અને બન્ને આરોપીઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

હસ્તગત કરેલ આરોપીઓઃ-
(૧) દિનેશ ઉર્ફે મહેશ ઉર્ફે બોઘો ઉર્ફે મલીંગો સ.ઓ. ચોથાભાઇ આંબાભાઇ મકવાણા, જાતે.તળપદા કોળી, ઉ.વ.૨૬, ધંધો.હિરા ઘરસવાનો, રહે. ખાનપર ગામ, પાણીના ટાંકાની બાજુમા, તા.બાબરા, જી.અમરેલી.
(૨) રેખાબેન વા.ઓ. હરેશભાઇ સોમાભાઇ કિહલા, જાતે.તળપદા કોળી, ઉ.વ.૨૫, રહે.ખાનપર ગામની સીમ, તા.બાબરા, જી.અમરેલી.

કામગીરી સફળ સફળ બનાવનાર ટીમ
આ કામગીરી શ્રી પી.એ.ઝાલા, DYSP ગોંડલના માર્ગદશન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી એમ.એન.રાણા તથા પો.સબ.ઇન્સ. એચ.એમ.રાણા તથા જસદણ પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી વી.એચ.જોષી, તથા પો.સબ.ઇન્સ.શ્રી આર.પી. કોડીયાતર તથા એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. પ્રભાતભાઇ બાલાસરા તથા પો.હેડ કોન્સ. રવિદેવભાઇ બારડ, અનીલભાઇ ગુજરાતી, તથા પો.કોન્સ. રસીકભાઇ જમોડ, ભાવેશભાઇ મકવાણા, મા યુરસિંહ જાડેજા, પ્રણયભાાઇ સાવરીયા, અમુભાઇ વિરડા, અનીરૂધ્ધસિંહ જાડેજા, નરેન્દ્રભાઇ દવે તથા જસદણ પો.સ્ટે.ના હેડ કોન્સ. વિનુભાઇ વાસાણી, રેવાભાઇ ખીંટ તથા પો.કોન્સ. વિજયભાઇ વેગડ વિગેરે દ્રારા કરવામાં આવેલ છે.

error: Content is protected !!