ગોંડલ નેશનલ હાઇવે પરથી રુરલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારુની ૨૬૧ બોટલ અને ટ્રક મળી રુ.૬.૨૧ નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક માં દારુની હેરાફેરી કરતા માણાવદર નાં શખ્સ ને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી.

Loading

ગોંડલ પાસે ર૬૧ બોટલ દારૂ ભરેલ ટ્રકને રૂરલ એલસીબીએ ઝડપી લીધો
ટ્રક અને દારૂ સહિત ૬.ર૧ લાખના મુદામાલ સાથે ઇરઝાન હિંગરોઝાની ધરપકડઃ ઇબ્રાહીમ અને સાહિલની શોધ

ગોંડલ પાસે રૂબરલ એલસીબીએ ર૬૧ બોટલ દારૂ ભરેલ ટ્રકને ઝડપી લઇ એક શખ્‍સની ધરપકડ કરી હતી. જયારે અન્‍ય બેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ એ વિદેશી દારૂના ગણનાપાત્ર કેશ શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સુચના અન્‍વયે એલસીબી રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્‍યાન પો. સબ ઇન્‍સ. ડી. જી. બડવા, પો. હકેડ કોન્‍સ. દિવ્‍યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, વિરરાજભાઇ ધાંધલને સંયુકત બાતમી હકિકત આધારે ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ગેલેકસી પેટ્રોલ પંપ પાસે રોડ ઉપરથી ટાટા ટ્રક રજી. નંબર જી. જે. ૦૮ ડબલ્‍યુ ૦૭૭પ વાળામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની બોટલો નંગ ર૬૧ કિ. ર.૬૧, કિ. પ લાખ તથા મોબાઇલ મળી કુલ ૬.ર૧ લાખના મુદામાલ સાથે (૧) ઇરઝાન ઉર્ફે અનો ઇકબાલભાઇ હીગરોઝા રહે. હાલ જુનાગઢ મુળ રહે. માણાવદરને ઝડપી લીધો હતો. જયારે ઇબ્રાહીમ નાસરભાઇ હીગરોઝા રહે. માણાવદર જી. જુનાગઢ તથા સાહીલ ઉર્ફે કબો રહે. માણાવદર જી. જુનાગઢનું નામ ખુલતા બન્નેની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના પો. સબ. ઇન્‍સ. એચ. સી. ગોહીલ, પો. હેડ કોન્‍સ. નિલેશભાઇ ડાંગર, દિવ્‍યેશભાઇ સુવા, વિરરાજભાઇ ધાંધલ, અનીલભાઇ ગુજરાતી, દિગ્‍વીજયસિંહ રાઠોડ, પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા પો. કોન્‍સ. મેહુલભાઇ સોનરાજ, તથા ડ્રા. પો. કોન્‍સ. અબ્‍દુલભાઇ શેખ જોડાયા હતાં.

error: Content is protected !!