માતા–પિતાની સ્વપાર્જીત સ્થાવર મિલકતમાં પુત્રને ભાગ માગવાનો અધિકાર નથી પુત્રને મકાન ખાલી કરવા અને ભરણપોષણ કરવા જીલ્લા કલેકટરનો આદેશ.
ગોંડલ મુકામે શાકભાજી-ફળોના વેપારી અને પ્રવાસનુ આયોજન કરીને માસિક રૂા.૫૦,૦૦૦/- કમાતા કિરીટભાઈ કાનજીભાઈ રાદડીયા એ તેમના માતા વિજયાબેન કાનજીભાઈ રાદડીયા નુ વિજયનગર – ગોંડલ ખાતેનુ મકાનને તાળુ મારી બિનવપરાશ રાખેલ હોય તેમજ કિરીટભાઈ રાદડીયા પાસે પોતાની માલિકીનુ મકાન આસોપાલવ સોસાયટીમાં બગીચા પાછળ, ગોંડલ મુકામે સને-૨૦૧૫ થી હોય ત્યા જ રહેતા હોય તેમજ વિજયાબેન રાદડીયાનુ મકાન હપ્તાથી ખરીદ કરેલ જેનો દસ્તાવેજ સને-૨૦૧૮ મા થયેલ છે.
કિરીટભાઈ અને તેના પત્ની ભુમીબેન સાથે માટે વિજયાબેનના મકાનને સળગાવી દેવાની ધમકી આપેલ તે અંગેનો કેસ થયેલ છે જેથી વરીષ્ઠ નાગરીકના કલ્યાણ અંગેના કાયદાની જોગવાઈ મુજબ કિરીટભાઈ અને ભુમીબેનને દર મહિને માતા વિજયાબેનના બેંક ખાતામાં રૂા. ૫,૦૦૦/- જમા કરાવવા, ચડત ખોરાકીની રકમ રૂા. ૪૦,૦૦૦/-, અંકે રૂા.ચાલીસ હજાર પુરા જમા કરાવવા તથા માતા-પિતાની માંદગી અંગેનો ત્રીજો ભાગ આપવા, પુત્રી સિયા ના ભણતર-ઉછેરનો ખર્ચ આપવા અને મકાનનો ખાલી કબજો સોપી આપવા જીલ્લા કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ પ્રભવ જોષી એ હુકમ કરેલ છે તેમજ ગોંડલ સબ-ડિવીઝનલ મેજીસ્ટ્રેટનો હુકમ કાયમ રાખેલ છે.