ગોંડલમાં 181 મહિલા હેલ્પલાઈનની વાનના ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો : જાનહાની ટળી.
ગોંડલ નજીક અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે વધુ એક ઘટનામાં ગોંડલ ખાતે કાર્યરત 181 મહિલા હેલ્પલાઇનની વાનનો અન્ય કાર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને કારમાં નુકશાન પહોંચ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં કાર્યરત 181 મહિલા હેલ્પલાઈનની ટીમ નૈતિક ફરજ મુજબ ગત તા.9 ફેબ્રુઆરીના રોજ હોસ્પોર્ટમાં હતી ત્યારે ખાનગી કાર સાથે અકસ્માત સર્જાયો હતો.
બાદમાં 181 મહિલા હેલ્પલાઈનની ટીમ દ્વારા અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને સમજાવટ બાદ ખાનગી કારના ચાલકે 181 મહિલા હેલ્પલાઈનની કારમાં થયેલ નુકશાન રીપેરીંગ કરાવી આપતા મામલો થાળે પડ્યો હતો. આ અંગે 181 મહિલા હેલ્પલાઈનના પાઇલોટ પિયુષ સરવૈયાની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું. કે અમારી વાન ચાલી જતી હતી. ત્યારે ખાનગી કારના ચાલકે કાવો મારતા અમારી વાન ખાનગી કારના પાછળના ભાગે અડી જતા માઇનોર અકસ્માત સર્જાયો હતો.