રાજકોટ આર. કે. સી. ખાતે ગોંડલ રજવી નું સન્માન કરાયુ:ગોંડલ નાં સ્વપ્નદ્ર્ષ્ટા રાજવી સર ભગવતે અહી શિક્ષણ લીધુ હતુ.
રાજકોટ ની રાજકુમાર કોલેજ ખાતે યોજાયેલા સન્માન સમારંભ માં ગોંડલ ના ૧૭ માં ઉતરાધિકારી મહારાજા હિમાંશુસિંહજીનું પ્રથમ વખત રાજતિલક બાદ શુભેચ્છા મુલાકાતે આર કે સી આવતા હોય વિશિષ્ટ સન્માન રાજકોટ રાજવી અને સંસ્થા ના પ્રમુખ માંધાતાસિંહ તેમજ ટ્રસ્ટીઓ તથા શિક્ષક ગણ દ્રારા કરાયું હતું.સન્માન સમારંભ માં વઢવાણ,ધ્રોલ, લાઠી,પાલનપુર, વાંકાનેર ,લીમડી, ચોટીલા, ધાંગધ્રા, અમરનગર સહિતના રાજવી ઓ પરીવાર સાથે ઉપસ્થિતિ રહ્યાં હતા.
આ તકે રાજવી હિમાંશુસિંહજી એ ગૌરવ સાથે જણાવ્યું કે આ સંસ્થામાં પ્રજા વત્સલ મહારાજા ભગવતસિંહજી પણ અભ્યાસ કરી ચૂક્યા છે અને ગોંડલ રાજપરિવાર ફાઉન્ડર મેમ્બર પણ છે. મહારાજા ભગવતસિહજી એ અભ્યાસ કર્યા બાદ ભગવદ્રો મંડળ જેવા ગુજરાતી શબ્દકોશ ની પણ રચના કરી અને ગોંડલને આધુનિક ગોંડલ બનાવી અને સમગ્ર ભારતમાં સૌપ્રથમ ટેક્સ ફ્રી રાજ્ય પણ કર્યું હતું.