દુષ્કર્મ નો આરોપી ઝડપાયો, ગોંડલ કોર્ટે જેલ હવાલે કર્યો : ગોંડલમાં ધો. 8 માં અભ્યાસ કરતી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.
ગોંડલમાં ધો. 8 માં અભ્યાસ કરતી સગીરા પર યુવકે બળાત્કાર કર્યો હતો. યુવક સગીરાને ફોસલાવીને ઘરની બાજૂમાં આવેલા વાડામાં લઇ ગયો હતો. વાડામાં સગીરાની એકલતાનો લાભ લઇને ગત શનિવારે તેણે બદકામ કર્યુ હતું. ગભરાયેલી સગીરાએ ઘરે આવીને પરિજનોને આપવીતી જણાવતા સમગ્ર કેસ પોલીસ સ્ટેશને પોહચ્યો હતો. દુષ્કર્મ કરનાર ને ગોંડલ તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો અને કોર્ટ સમક્ષ રજુ કરતા જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
ગોંડલ તાલુકાના આંબરડી ગામ માં રહેતી 15 વર્ષિય સગીરા પર આંબરડી ગામ રહેતો અને છૂટક મજૂરી કામ કરતો જસ્મિત મનસુખ સોલંકી (રહે.આંબરડી, ગોંડલ) વાળા એ બળાત્કાર કર્યો હતો. જસ્મીતે શનિવારે રાતે સગીરાના ઘરની બાજૂમાં આવેલા વાડામાં જઇને બદ્કામ કર્યુ હતું.
જસ્મિત ને ગોંડલ તાલુકા પોલીસ
PSI જે.એમ.ઝાલા, હેડ કો. શક્તિસિંહ જાડેજા, રવિરાજસિંહ વાળા, અને રાજદેવસિંહ ચુડાસમા સહિત ના સ્ટાફે ગણતરી ની કલાકો માં આંબરડી ગામ માંથી જ ઝડપી પાડ્યો હતો અને ગોંડલ કોર્ટ સમક્ષ રજુ કરતા જેલ હવાલે કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો.
શુ હતી સમગ્ર ઘટના.
ગોંડલ તાલુકાના આંબરડી ગામ માં રહેતી અને ધો. 8 માં અભ્યાસ કરતી સગીરા ગત શનિવારે રાત્રે ઘરની બહાર ગલુડીયા રમાડતી હતી. સગીરાનો પરિવાર જમવા બેઠો હતો. જમીને ઉભા થયા બાદ સગીરા ઘરેથી ગાયબ હતી. પરિજનોએ ઘરની આસપાસ સગીરાની તપાસ હાથ ધરી હતી. મોડી રાતે સગીરાની ભાળ મળી હતી. તે ખુબજ ગભરાયેલી હતી. તેની પુછપરછ કરતા સગીરાએ માતાને જણાવ્યુ કે જસ્મિતે ઘરની બાજુમાં આવેલા વાડામાં બોલાવી બળાત્કાર કર્યો હતો. સગીરાની માતાએ પરિજનોને બોલાવીને 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં સગીરાની માતાએ જસ્મિન વિરૂદ્વ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી તાલુકા પોલીસે ના PSI જે.એમ.ઝાલા એ કેસની આગળની કાર્યવાહી હાથ હતી.