ગાયોવાળા બાપુ તરીકે ઓળખાતા ગોંડલ નાં સંત રામગરબાપુ ની પુણ્યતિથીએ ધાર્મિક આયોજન.
ગોંડલ ની ગલીએ ગલીઓ માં આલે આલે હાલ ગાવડી’ ની અહાલેક જગાવી ગૌસેવા ની ધુણી ધખાવનારા સંત રામગરબાપુ ની ૩૫ મી પુણ્યતિથી નિમિતે રામગરબાપુ ગૌસેવા ટ્રસ્ટ તથા ગૌસેવકો દ્વારા સામાજિક તથા ધાર્મિક આયોજન સાથે બટુકભોજન અને સંતવાણી નું આયોજન કરાયું છે.
તા.૧૪ બુધવાર નાં લીલાપીઠ ગૌશાળા ખાતે સવારે પશુરોગ નિદાન સારવાર રસી કેમ્પ નું આયોજન કરાયું છે.
તા.૧૫ ગુરુવાર પુણ્યતિથીએ જુના અબાજી મંદિર પુ.બાપુની બેઠક ખાતે સવારે ગુરુપુજન, ધ્વજારોહણ સાથે શહેર નાં શિવ મંદિરો માં ધ્વજા નેજો ચડાવાશે.બાદ માં રામગરબાપુ મુર્તિ પરતિષ્ઠાન માંડવીચોક ખાતે રામજીમંદિર નાં મહંત પુ.જયરામબાપુ ની નિશ્રામાં બટુકભોજન ભોજન પ્રસાદ નું આયોજન કરાયું છે.રાત્રે હેમંત ચૌહાણ નો સંતવાણીનો કાર્યક્રમ રખાયો છે.પુ.રામગરબાપુ ની પુણ્યતિથી નિમીતે ગોંડલ તથા ગ્રામ્ય વિસ્તાર ની ગૌશાળાઓ પાંજરાપોળ માં ગાયોને સુખડી ગોળ ખોળ તથા સુકો લીલોચારો નાખવામાં આવશે.
પુણ્યતિથી નાં આયોજન ને સફળ બનાવવા જયકરભાઇ ખજુરવાળા તથા ગૌસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.