ગોંડલ ના ગુંદાસરા ગામની પરિણીતાને ચણા લેવાં વાડીએ બોલાવી ખેડૂતે ઘેની પ્રવાહી પિવડાવી દુષ્કર્મ આચર્યું.

Loading

સારવારમાં ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ: પોલીસે તપાસ હાથ ધરી

 

ગોંડલના ગુંદાસરા ગામમાં પરિણીતાને ચણા લેવાં વાડીએ બોલાવી ખેડૂતે ઘેની પ્રવાહી પિવડાવી ગામનાં જ રામ કાળુ નામના ખેડૂતે ફડાકા ઝીંકી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપી નાસી છૂટ્યો હતો. મોડે સુધી પત્ની ઘરે ન પહોંચતા પતિએ વાડીએ તપાસ કરતાં પત્ની બેભાન હાલતમાં પડી હતી. બાદમાં તેઓએ પત્નીને સારવારમાં પ્રથમ ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ગુંદાસરા ગામમાં રહેતી એક 30 વર્ષીય પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે ગામનો જ રામ કાળુ નામનો શખ્સ તેઓના ઘર પાસે આવ્યો હતો અને તેણીને પોતાની વાડીએથી ચણા લેવા બોલાવી હતી. બાદમાં વાડીએ ગયેલી મહિલાને આરોપીએ પહેલાં સોડા પિવડાવી બાદમાં કાળુ ઘેની પ્રવાહી પિવડાવવાનો પ્રયાસ કર્યો હતો પણ મહિલાએ ઇન્કાર કરતાં તેણીને આરોપીએ ફડાકા ઝીંકી ધરારીથી કાળુ પ્રવાહી પિવડાવી બેભાન કરી નાંખી હતી. બાદમાં હવસના શિકારી આરોપીએ મહિલાનું શિયળ લૂંટયું હતું અને બાદમાં તેને ઓરડીમાંજ બેભાન હાલતમાં છોડી તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. બાદમાં તેના પતિને જાણ થતાં તેઓએ તેણીને સારવારમાં પ્રથમ ગોંડલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.વધુમાં ભોગ બનનાર મહિલાના પતિએ જણાવ્યું હતું કે, તેઓ મજૂરી કામ કરે છે અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. ગઈકાલે તે કામ પર ગયાં બાદ નવ વાગ્યે તેની પત્નીએ આરોપીની વાડીએ ચણા લેવા જાય છે તેવું જણાવ્યું હતું. બાદમાં દસ વાગ્યે તેની પત્નીને ફોન કરતાં તેણી બેભાન હાલતમાં વાત કરતી હોય જેથી તેઓએ વાડીએ જઈ તપાસ કરતાં બેભાન હાલતમાં પડેલ હતી અને તેણીએ બેભાન હાલતમાં તેની સાથે થયેલ દુષ્કર્મની વાત જણાવી હતી.
બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે ભોગ બનનાર મહિલાનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.

error: Content is protected !!