ગોંડલનું માર્કેટ યાર્ડ બન્યુ દેશનું પ્રથમ ડીઝીટલ યાર્ડ યાર્ડમાં એન્ટ્રીથી લઈ હરરાજી સહીતની ડીઝીટલ માહીતી ખેડુતને મેસેજ દ્વારા મળશે.
સૌરાષ્ટ્ર ગુજરાત નું અગ્રીમ ગણાતું ગોંડલ નું માર્કેટ યાર્ડ હવે દેશનું પ્રથમ ડીઝીટલ યાર્ડ બન્યું છે.ડીઝીટલ એપ નું લોંચીંગ યુવા અગ્રણી દ્રારા કરાયું હતું.
ખેડુતલક્ષી અનેક સુવિધાઓ ને લઈને અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડ માં આધુનિક સેડ, રોડ રસ્તા, અધતન ભોજનાલય, ગેસ્ટ હાઉસ, કોર્પોરેટ ઓફિસ સંકુલ સહીત ખેડુતોને મળતી સુવિધાઓ માં હવે માર્કેટ યાર્ડ પેપરલેસ બન્યું છે.
યાર્ડ નાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું કે ખેડુત પોતાની જણસી લઈ માર્કેટ યાર્ડ નાં ગેઇટ માં પ્રવેશે ત્યાંથી લઈ ક્યાં સેડ માં તેનો માલ ઉતારાયો છે. અને હરરાજીમાં કેટલા વજન સાથે કેવો ભાવ મળ્યો છે.તે તમામ માહીતી મોબાઈલ માં મેસેજ દ્વારા મળી જશે.
કાગળની પાવતીઓ ની પ્રથા બંધ થતા મહીને વીસ થી પચ્ચીસ લાખ ની કીંમત નાં પેપર નાં ખર્ચ નો બચાવ થશે.યાર્ડ ની તમામ વ્યવસ્થા વ્યવહાર હવે ડીઝીટલ બન્યા છે.
માર્કેટ યાર્ડ ભવન ખાતે ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનો ની હાજરી વચ્ચે ધારાસભ્ય નાં પ્રતિનિધિ અને યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા એ ડીઝીટલ એપ ને કાર્યરત કરી હતી.સતત પ્રગતિશીલ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડે પ્રગતી નું વધુ એક સોપાન સર કર્યુ છે.