ગોંડલમાં ધો.૮માં અભ્યાસ કરતી માસૂમ પર બળાત્કાર: નરાધમ સગીરાને ફોસલાવીને વાડામાં લઇ જઇને બદકામ કર્યું; ગભરાયેલી સગીરાએ ઘરે આવીને આપવીતી જણાવી.

ગોંડલમાં ધો. ૮માં અભ્યાસ કરતી સગીરા પર યુવકે બળાત્કાર કર્યો હતો. યુવક સગીરાને ફોસલાવીને ઘરની બાજૂમાં આવેલા વાડામાં લઇ ગયો હતો. વાડામાં સગીરાની એકલતાનો લાભ લઇને તેણે બદકામ કર્યુ હતું. ગભરાયેલી સગીરાએ ઘરે આવીને પરિજનોને આપવીતી જણાવતા સમગ્ર કેસ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

ગોંડલ તાલુકામાં રહેતી ૧૫ વર્ષીય સગીરા પર જસ્મિત મનસુખ સોલંકી (રહે.આંબરડી, ગોંડલ)એ બળાત્કાર કર્યો હતો. જસ્મીતે શનિવારે રાતે સગીરાના ઘરની બાજૂમાં આવેલા વાડામાં જઇને બદ્કામ કર્યુ હતું. ધો. ૮માં અભ્યાસ કરતી સગીરા ઘરની બહાર ગલુડીયા રમાડતી હતી. સગીરાનો પરિવાર જમવા બેઠો હતો. જમીને ઉભા થયા બાદ સગીરા ઘરેથી ગાયબ હતી. પરિજનોએ ઘરની આસપાસ સગીરાની તપાસ હાથ ધરી હતી.

મોડી રાતે સગીરાની ભાળ મળી હતી. તે ખુબ જ ગભરાયેલી હતી. તેની પૂછપરછ કરતા સગીરાએ માતાને જણાવ્યું કે, જસ્મિતે ઘરની બાજુમાં આવેલા વાડામાં બોલાવી બળાત્કાર કર્યો હતો. સગીરાની માતાએ પરિજનોને બોલાવીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં સગીરાની માતાએ જસ્મિન વિરૂદ્વ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!