Gondal-સેમળા થી ગોંડલ વચ્ચે હાઇવે પર તેલની રેલમછેલ:તેલ ભરેલા કન્ટેનર તથા સિમેન્ટ ભરેલા ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત:ફાયરબ્રિગેડે રોડ સાફ કર્યો.

Loading

ગોંડલ થી સેમળા નેશનલ હાઇવે પર વહેલી સવારે તેલ ભરેલા કન્ટેનર તથા સિમેન્ટ ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રોડ પર તેલ ઢોળાતા મફતનું તેલ મેળવવા લોકોએ પડાપડી કરી હતી.કન્ટેનર ને ગોંડલ પરત લવાતા હાઇવે પર તેલ ની રેલમછેલ થતા કેટલાક બાઇક ચાલકો સ્લીપ થયા હતા.


દરમિયાન દોડી આવેલા ફાયર ફાઈટરોએ હાઇવે રોડ પર પાણીનો મારો ચલાવી રોડ ની સાફસુફી કરી હતી.બનાવ નાં પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક વ્યવસ્થા જાળવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ વહેલી સવારે પાંચ નાં સુમારે સેમળા નાં પાટીયા નજીક પાન એગ્રો પાસે ઉભેલા તેલ ભરેલા કન્ટેનર પાછળ ટ્રક ધડાકાભેર અથડાતા કન્ટેનર માંથી તેલ ઢોળાતા સવાનાં પહોરમાં તેલની લુટાલુટી કરવા લોકો દોડી ગયા હતા.


માહીતી અનુસાર ગુંદાળા રોડ પર આવેલા ખેડુત સોલવેકસ નું કન્ટેનર તેલ ભરી કંડલા જઇ રહ્યુ હતુ.જ્યારે વાસુકી ટ્રાન્સપોર્ટ નો ટ્રક હાઇબોન્ડ માંથી સિમેન્ટ ભરી રાજકોટ તરફ જઈ રહ્યો હતો.
બનાવ ને પગલે નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા બનાવ સ્થળે દોડી જઇ ફાયર બ્રિગેડ ને જાણ કરતા દોડી આવેલા ફાયર ફાઈટરોએ રોડ પર પાણીનો મારો ચલાવ્યો હતો.

error: Content is protected !!