Gondal-ગોંડલ માં રેલ્વે સ્ટેશન નજીક આવેલ લાલપુલ નીચે નો વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યો:પ્લેટફોર્મ લંબાવવા પુલ બંધ કરાયો હતો.

Loading

ગોંડલના રાજવી કાળના રેલવે સ્ટેશનને રેલવે મંત્રાલય દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવારંગ રૂપ આપવામાં આવી રહ્યા છે. ત્યારે વિકાસના અંતિમ ભાગરૂપે લાલપુલ (રાતુનાલુ) વિસ્તરણનું કામ શરૂ કરવામાં આવનાર હોવાથી એક મહિના માટે આ પુલ નીચેથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.પ્લેટફોર્મ લંબાવવા સહિત ની કામગીરી પુર્ણ થતા પુલ નીચેનો વાહન વ્યવહાર પુન:ચાલુ કરી દેવામાં આવ્યો છે.


રેલ્વે સ્ટેશન નાં આધુનિકરણ સાથે એક નંબર નું પ્લેટફોર્મ લંબાવવાનું હોય તેને સમારકામ ચાલુ હોવાથી છેલ્લા એક મહિના થી રાતાપુલ બંધ હતો.પુલ નીચેથી રાબેતા મુજબ વાહન વ્યવહાર ચાલુ કરી દેવામાં આવ્યો છે.

https://whatsapp.com/channel/0029VaO8vmBHAdNS1IQkVR1G

 

રામ હોસ્પિટલ, સહજાનંદ નગર વિસ્તાર,અરુણ કોલોની,રણછોડ નગર સહિત અનેક સોસાયટીઓના રહીશો હવેથી લાલ પુલ ના અંડરબ્રિજ માંથી વાહન પસાર થઈ શકશે. લાલ પુલ પર ની લંબાઈ વધારવામાં આવી છે પુલ પર પ્લેટફોર્મ કરવામાં આવ્યું છે. હાલ રેલ્વે સ્ટેશન નુ રીનોવેશન કરવામાં આવી રહ્યુ છે. તેનું આગામી ટૂંકા સમય માં ઉદ્ઘાટન થનાર છે.

error: Content is protected !!