રાજકોટનાં શાપર-વેરાવળ પોલીસે ૬.૩પ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધોઃ ૩ શખ્સોની શોધ.
શાપર-વેરાવળ પોલીસે ૬.૩પ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી ૩ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ એ દારૂ તથા જૂગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ કે. જી. ઝાલા તથા સર્કલ પો. ઇ. બી. એલ. રોહીત, માર્ગદર્શન હેઠળ શાપર(વે.), પો. સ્ટે.ના પો. સબ. ઇ. આર. કે. ગોહીલ સ્ટાફ સાથે પો. સ્ટે. હાજર હોય તે દરમ્યાન પો. હેડ કો. મુકેશભાઇ ડાભી તથા કૃપાલભાઇ પરમારને મળેલ બાતમી આધારે પો. સબ. ઇ. આર. કે. ગોહીલ તથા પો. સબ. ઇ. જી. બી. જાડેજા તથા સ્ટાફના માણસોએ રેઇડ કરતા વેરાવળ (શાપર) એસ.આઇ.ડી. સી. રોડ પર આવેલ ડીવાઇન વુડન કારખાના પાસે આવેલ ઓરડીમાં અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૧૪૪૦ કિ. ૬,૩પ,૪૬૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ દારૂનો જથ્થો લાવનાર છોટા હાથી જેવા માલવાહક વાહનનો ચાલક તથા બે અજાણ્યા ઇસમો સામે ગુન્હો દાખલ કરી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરી શાપર વેરાવળ પો. સ્ટે.ના એ. એસ. આઇ. બ્રિજરાજસિંહ જાડેજા, પો. હે. કો. તુષારસિંહ જાડેજા, મુકેશભાઇ ડાભી, ઉપેન્દ્રસિંહ ગોહીલ, મયુરસિંહ જાડેજા, ખીમજીભાઇ હુણ, પો. કો. લગધીરસિંહ જાડેજા, અલ્પેશભાઇ ડામસીયા તથા કૃપાલભાઇ પરમાર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.