ગોંડલના અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાતા ST બસ ફસાઈ, પ્રવાસીના જીવ બચાવવા સ્થાનિક લોકો અને તંત્ર મદદે આવ્યું.

ગોંડલમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે જ ભારે વરસાદના પગલે ઉમવાડા અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી ગોંડલમાં અંડરબ્રિજમાં ST બસ ફસાઈ હતી.

ST બસ ગોંડલ ઉમવાળા અંડર બ્રિજમાં ફસાઈ
બસની ઇમરજન્સી બારીમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
મુસાફરો માથા પર સામાન લઈને પાણીમાંથી બહાર નીકળ્યાં
રાજકોટ: ગોંડલ પાવાગઢ રૂટની ST બસ ગોંડલ ઉમવાળા અંડર બ્રિજમાં ફસાઈ હતી. ST બસના ડ્રાઈવરને સ્થાનિક લોકોએ અંડર બ્રિજ જવાની ના પાડવામાં આવી હતી. તેમ છતાં ડ્રાઈવરે ST બસ અંડર બ્રિજ નીચેથી પસાર કરી હતી. અંડર બ્રિજમાં વધુ પાણી હોવાથી બસ પાણીમાં બંધ પડતા પ્રવાસીની બુમાબુમ થઈ હતી.

ગોંડલમાં ST બસ પાણીમાં ફસતા મુસાફરો પાણીમાં તર્યા

સ્થાનિક લોકો દ્વારા પોતાના જીવ જોખમે મૂકી બસમાં બેઠેલા પ્રવાસીઓને ST બસની ઇમરજન્સી બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બસમાં ફસાયેલા પ્રવાસીઓ માથા પર સામાન લઈને પાણીમાંથી બહાર નીકળ્યાં હતા, ત્યારબાદ ગોંડલ નગરપાલિકા 108ની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંધ પડેલી ST બસને જે.સી.બીની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

ST બસ ગોંડલ ઉમવાળા અંડર બ્રિજમાં ફસાઈ

પ્રવાસીને સલામતી સ્થળે પહોંચાડવા આવ્યા હતા. થોડા સમય માટે તો લોકોના જીવ અદ્ધર થયા હતા. સામાન્ય વરસાદમાં પણ અંડર બ્રીજમાં પાણી ભરાઇ જાય છે. રેલવે તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. હજુ પણ તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોઈ તેવું લાગી રહ્યું છે.

error: Content is protected !!