જેતપુર: આંગણવાડીના બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન, બજેટને ચાંપી આગ.
રાજકોટ જિલ્લાના જેતપુરમાં આંગણવાડીમાં કામ કરતાં વર્કર/હેલ્પર તથા આશા વર્કર અને ફેસીલીએટર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ પ્રતિકાત્મક રીતે બજેટને પણ આગ ચાંપવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં આંગણવાડીમાં કામ કરતાં બહેનો ઉમટી પડ્યાં હતા.
રાજકોટ જિલ્લાના જેતપુરમાં આંગણવાડીમાં કામ કરતાં વર્કર/હેલ્પર તથા આશા વર્કર અને ફેસીલીએટર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેનું મુખ્ય કારણ જણાવતા આંગણવાડીમાં કામ કરતાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે,
”સરકારને વહેલી ચૂંટણી યોજવાની ઉતાવળને કારણે વચગાળાનું બજેટ રજૂ કરવું પડયું જે દુઃખદ બાબત છે. આ વચગાળાના બજેટમાં પણ સરકાર ઘણું આપી શકી હોત. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરાવેલ વચગાળાના-કેન્દ્રીય બજેટથી દેશ અને ગુજરાતના લાખો આંગણવાડી વર્કર/હેલ્પર તથા આશા વર્કર અને ફેસીલીએટર બહેનો ભારે નીરાશ થઈ છે. રોષ ઉભો થયો છે. મહિલા અને બાળ વિકાસ અને આરોગ્ય વિભાગ તળેની કેન્દ્ર સરકારની અતિ મહત્વની સેવા બજાવતી યોજના હોવાં છતાં,
2019ની ચૂંટણી પૂર્વે 2018માં 27 લાખ આંગણવાડી અને 14 લાખ આશા વર્કર- ફેસીલીએટરના માનદ વેતનમાં તથા વળતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ માં વધારો જાહેર કયાં બાદ, પાંચ વર્ષ બાદ પણ માનદ વેતનમાં કેન્દ્ર સરકારે કોઈ જ વધારો જાહેર કરેલ નથી.
જયારે કોરોના કાળમાં તથા કુપોષણ સામેની સેવામાં ખૂદ વડાપ્રધાને જાહેરમાં પ્રશંસા કરી છે. અને કામના બોજામાં જબ્બર વધારો કર્યો છે. દેશના ઈતિહાસમાં ખુદ વડાપ્રધાન અને મહિલા બાળ વિકાસ મંત્રી તથા આરોગ્ય મંત્રીની પાંચ વર્ષની ટર્મ કંઈ પણ આપ્યા વિના પૂર્ણ થશે.
લાખો બહેનોને ખાલી હાથ રાખ્યા છે. આંગણવાડી વર્કર-હેલ્પર તથા આશા વર્કર- ફેસીલીએટર બહેનોને આ મોદી સરકાર પાસે ધણી બધી આશાઓ રાખી હતી જેથી આ બહેનોમાં ખૂબજ હતાશા નિરાશા- રોષ ઉભો થયો છે.
લાખ્ખો આંગણવાડી બહેનો તથા આશા વર્કરો અને ફેસીલીએટર બહેનોને લાંબા સમયથી સેવા ને કારણે કાયમી કરવા, સરકારી નોકરીયાતને મળતું લઘુતમ વેતન આપવા, પેન્શન, ગેચ્યુઈટી આપવા, ઈએસ.આઈ. તથા પ્રોવીડંન્ટ ફંડ યોજનાનો લાભ આપવા, પ્રમોશનમાં વય મર્યાદા દુર કરવા, નિવૃત્તિ વય મર્યાદા દેશભરમાં સરખી રાખવા તથા પોષણ ટ્રેકરનું કામ (મોબાઈલ) ઓછુ કરવા માંગણી માટે લાંબા સમયથી આંદોલન ચલાવી રહેલ છે.
તાજેતરમાં સુપીમ કોર્ટની બેન્ય દ્વારા કેન્દ્ર તથા રાજય સરકારોને સ્કીમ વર્કર (આંગણવાડી મધ્યાહન ભોજન)ની સર્વિસ કન્ડીશન સુધારવા આદેશ આપેલ છે. તથા 42-43 મી સરકાર દ્વારા યોજાતી લેબર કોન્ફરન્સે પણ સ્કીમ વર્કરને રેગ્યુલાઈઝ કરવા ભલામણ કરેલ છે.
કેન્દ્રીય બજેટને કાળુ બજેટ ગણાવી તા : 4-5- ફેબ્રુઆરીનાં રોજ ગુજરાતમાં કાળો દિવસ તરીકે કાળા કપડા પહેરી દેખાવો યોજી બજેટની હોળી કરવા નિર્ણય કરાયો છે.” જે કાર્યક્ર્મ આજે જેતપુરમાં યોજવામાં આવ્યો હતો.