ગોંડલના જામવાડીમાં ટ્રકમાં તાલપત્રી બાંધતી વખતે પટકાતા પ્રૌઢનું મોત.
જામવાડી જીઆઇડીસીમાં બે દિવસ પહેલા ટ્રક ઉપર તાલપત્રી બાંધતી વખતે નીચે પટકાતા ઘવાયેલા પ્રૌઢનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ આંધ્રપ્રદેશના અને ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતા મનીબાબુ મસ્તાનરાવ કોલા (ઉ.વ ૫૪) નામના પ્રૌઢ ગત ૨ ના ગોંડલની જામવાડી જીઆઇડીસીમાં હતા ત્યારે ટ્રકમાં માલસામાન ભરવાનો હોવાથી તેની ઉપર તાલપત્રી બાંધતા હતા ત્યારે બેલેન્સ ગુમાવી દેતા ટ્રક પરથી નીચે પટકાયા હતા, માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી પ્રથમ ગોંડલની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેનું કાલે સાંજે ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ બી-ડિવિઝન પોલીસમાં જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી વતનમાં રહેતા પરિવારજનોને જાણ કરી હતી.