“ચોર મચાયે શોર”ગોંડલ માં એક દુકાન અને 6 મકાન માં તસ્કરો ત્રાટક્યા: ચોરી ના CCTV ફુટેજ નાં આધારે પોલીસે તપાસ હાથ ધરી.

ગોંડલ શહેર માં તસ્કરોએ આતંક મચાવ્યો હોય તેમ છ જેટલા મકાન તથા એક દુકાનને નિશાન બનાવી તસ્કરી કરી હતી. તસ્કરોનાં તરખાટ નાં પગલે દોડી ગયેલી પોલીસે તપાસ હાથ ધરીછે.
ચોરીની ઘટનામાં જેતપુર રોડ સાંઢિયા પુલ પાસે આવેલ મોહનનગર, અજંતા નગર અને વૃંદાવન નગર સહિત ના વિસ્તારો માં 6 મકાન અને એક દુકાન ને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ જેતપુર રોડ પર આવેલ સાંઢિયા પુલ નજીક આવેલા મોહન નગર માં રહેતા હરેશભાઇ લક્ષ્મણભાઈ મકવાણાં નો પરિવાર ઉપર સુતો હતો ત્યારે નીચે ના રૂમ માંથી સોનાના દાગીના, રોકડ રકમ ની ચોરી કરી ગયા બાદ બીજી ચોરી ધર્મેશભાઈ વ્રજલાલભાઈ નારીગરા જે ગોમટા ઈંટુ પાડવાનું કામ કરે છે તેમના બંધ મકાન માં રોકડ રકમ, બૂટીયા, પેન્ડલ, સહિત ની ચોરી કરી હતી. ત્રીજી ચોરી મા કાનજીભાઈ દુદાભાઈ સોસા ના બંધ મકાન નાં તાળા તૂટ્યા હતા. ચોથી ચોરી મોહનનગર 2 માં રહેતા મહેશભાઈ નો પરિવાર લગ્ન માં ગયો હતો ત્યારે તેમના ઘરે તાળા તૂટ્યા હતા. પાંચમી ચોરી અજંતા સોસાયટી માં રહેતા અનંત પ્રદીપભાઈ વ્યાસ નો પરિવાર ઉપર ના માળે સૂતો હતો તે દરમિયાન નીચે ના રૂમમાં ફર્નિચર કામમાં ઉપયોગ માં આવતા હથિયાર તસ્કરો ચોરી કરી ગયા. છઠી ઘટના માં અજંતા સોસાયટી માં રહેતા અમિતભાઈ લક્ષ્મણભાઈ ભાયાણી ના બંધ મકાન માં તસ્કરો એ ચોરી કરી સોના ની વીંટી અને સોનાનો દાણા ની ચોરી કરી હતી. અને સાતમી ચોરી તાલુકા પોલીસ સ્ટેશન પાછળ આવેલ વૃંદાવન – 2 માં આવેલ જય માતાજી જનરલ સ્ટોર નામની દુકાન માંથી શટર ઉચકાવી રોકડ રકમ, કરિયાણું અને આઈસ્ક્રીમ ના કોન ની ચોરી થવા પામી હતી.ચોરી ની સમગ્ર હરકત CCTV માં કેદ થવા પામી છે. ગોંડલ શહેર A ડિવિઝન પોલીસે CCTV નાં આધારે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!