ગોંડલ શહેર ભરમા અઠવાડીયા માં સફાઈ કાર્ય ફરી પુર્વવત થઈ જશે:સફાઈ નાં વોર્ડ સુપરવાઇઝરો ને એક્ટીવ કરાયા:સફાઈ મુદ્દે મચેલા હલ્લાબોલ વચ્ચે નગરપાલિકા ની સ્પષ્ટતા.
ગોંડલ નગરપાલિકા દ્વારા સેનીટેશન વિભાગ માં સફાઈ મુદ્દે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલી કરાતા શરુઆત નાં તબ્બકે સફાઈ નું સેડ્યુલ નહી ગોઠવાતા શહેરભર માં હલ્લાબોલ મચી જવા પામ્યોછે.શેરી ગલીઓ અને સોસાયટીઓ માં સફાઈ કામ ઠપ્પ થઈ જતા લોકો રોષીત બન્યા છે.દરમિયાન નગરપાલિકા નાં પ્રમુખ મનીષભાઈ ચનિયારા, ઉપપ્રમુખ કાન્તાબેન સાટોડીયા, ક્રોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા,સેનિટેશન ચેરમેન હંસાબેન માધડે સ્પષ્ટતા માં જણાવ્યું કે સફાઈ ને કારણે પ્રતિ વર્ષ નગરપાલિકાને ભારે આર્થીક બોજ સહન કરવો પડતો હતો.કોન્ટ્રાક્ટ પદ્ધતિ થી હવે રાજ્ય સરકાર દ્વારા સેનીટેશન વિભાગ ને અલગ ગ્રાન્ટ ફાળવાશે. જેને કારણે નગરપાલિકાને આર્થીક બોજ હળવો થતા અન્ય વિકાસ કાર્યો વેગવંતા બનશે.
કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે અમદાવાદ ની શ્રીજી એજન્સીને સફાઈ કોન્ટ્રાક્ટ અપાયોછે.એજન્સી ને શહેર માં સફાઈ નું રેગ્યુલર સેટઅપ ગોઠવતા અઠવાડીયું લાગશે.અમુક વિસ્તાર માં સફાઈ કાર્ય પુર્વવત થઈ ગયુછે.
શેરી ગલીઓ કે સોસાયટીઓ માં કચરા માટેનું છોટાહાથી તથા સફાઈ કામદારો પુન:કાર્યરત થઈ રહ્યા છે.જેતે વિસ્તાર કે વોર્ડ ની જવાબદારી વોર્ડ સુપરવાઇઝરો ને સોંપાઈ છે.નગરપાલિકા દ્વારા સફાઈ કામ નું સતત મોનીટરીંગ કરાશે.જેથી સફાઈ અંગે કોઈ પરેશાની કે હાલાકી ભોગવવી નહી પડે.સફાઈ એજન્સી માટે હજુ વિસ્તાર નવો હોય લોકોએ સહકાર આપવા જણાવાયું છે.