ગોંડલ સબજેલ માં કેદીનું બીમારીને કારણે મોત.

Loading

ગોંડલ ની સબજેલ માં કાચાકામ નાં કેદીનું બીમારીને કારણે મોત નિપજતા જેલ પ્રશાસન દ્રારા કાર્યવાહી હાથ ધરાઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ની સબજેલ માં એક વર્ષ થી કાચાકામ નાં કેદી તરીકે રહેલા ત્રિલોકીરામ છોટુરામ ચમાર ની ગત બપોર નાં તબીયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતુ.
ત્રિલોકીરામ જેતપુર પોલીસ સ્ટેશન માં હત્યાનો ગુન્હો નોંધાયો હોય એક વર્ષ થી ગોંડલ સબજેલ માં બંધ હતો.છ મહીના પહેલા સબજેલ માં ત્રિલોકીરામ તથા અન્ય કેદીએ ફીનાઇલ પી લઈ આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો.ત્યારબાદ તેની તબિયત બગડતી રહી હતી.બનાવ નાં પગલે જેલર રાજેન્દ્રસિંહ સોલંકીએ ત્રિલોકીરામ નાં પરીવાર ને જાણ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!