બ્રાહ્મણી બે ડેમ એ ૩ ઈચ વરસાદના પડતા ડેમ ઓવરફ્લો દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે નીચાણ વાળા ૯ ગામ‌ ને એલર્ટ કરાયાં.

હળવદ પંથકમાં મગળવારે અને બુધવારે  ધીમે ધારે વરસાદ  ના ‌પગલે હળવદ તાલુકાના  સુસવાવ બ્રાહ્મણી ૨ ડેમની આસપાસ ૭૫ મી મી  જેટલો  એટલે કે ૩ ઈંચ વરસાદ પડયો હતો  ત્યારે ડેમ મા ૧૯૦૦ ક્યુસેક પાણીની આવક થઈ હતી  અત્યારે હાલ ડેમનુ લેવલ ૧૨.૬૦ મી એટલે કે  ૧૦૦ ટકા ડેમ ભરાઈ ગયો છે  એટલે ડેમ ના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે 


આઅંગે સિંચાઇ વિભાગના સેકશન ઓફિસર કે જી લીંબડીયા ને પૂછતા તેઓ જણાવ્યું હતું કે ડેમ ની સપાટી  ૧૨.૬૦ જેટલી થઇ ગઇ છે ત્યારે ડેમ ઓવરફ્લો થતા ડેમ ના દરવાજા હવે પછી ગમે ત્યારે ખોલવામાં આવશે જેના કારણે આજુબાજુના સુસવાવ, કેદારીયા ,ધનાળા ,રાયસંગપુર ,મયુરનગર ,મિયાણી  ,ચાડધ્રા ,માનગઢ ,ટીકર , સહિત ના ૯ ગામોને એલર્ટ કરવામાં આવ્યા  હતા અને  માલ મિલકત ‌માલઢોર ને સલામતી સ્થળે ખસેડી લેવા અને નદીના પટમાં લોકો એ અવર જવર ન  કરવી તેવી સુચના ઓ ગામ ના તલાટી અને સરપંચો ને સુચના આપવામાં આવી છે તેમ જણાવ્યું હતું

હળવદ. રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!