ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાની 85 હજાર ભારીની આવક : યાર્ડમાં મરચું ઉતારવા માટે જગ્યા ન હોવાથી હરાજી બંધ કરવામાં આવી છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ મરચા માટે દેશભરમાં પ્રખ્યાત છે. દેશ-વિદેશના વેપારીઓ ગોંડલનું મરચું ખરીદવા માટે માર્કેટિંગ યાર્ડમાં આવે છે. રવિવારે વહેલી સવારે માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક ચાલુ કરવામાં આવી હતી
જેમાં 85 હજાર ભારી ની આવક જોવા મળી હતી યાર્ડ ની બન્ને બાજુ 1700 જેટલા વાહનો ની 7 કિલોમીટર સુધી ની લાંબી લાઈન હતી.

મરચું ઉતારવા જગ્યા ન હોવાથી આવક બંધ કરાય

યાર્ડની બંને બાજુ સાત કિલોમીટર વાહનોની લાઈન હતી. ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખી રજીસ્ટ્રેશન વગર વાહનોને આવક શરૂ કરાઈ હતી. જેમાં મરચા ની હરરાજી માં 20 કિલો ના મરચાના ભાવ 1000 /- થી 3351 /- સુધીના બોલાયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી જેવાકે રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, અમરેલી, સહિતના જિલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા મરચાને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તરૂણભાઈ પાંચાણી એ જણાવ્યું કે ગોંડલનું મરચું વિદેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. યાર્ડમાં સાનિયા મરચું, રેવા, 702, સિજેન્ટા, અને ઓજસ મરચાં સહિતની વિવિધ વેરાયટી ના મરચા ગોંડલ યાર્ડમાં આવે છે.

error: Content is protected !!