ગોંડલ નાં નાગડકા રોડ પર વાડીએ થ્રેસરનાં વેક્યુમથી ૧૧ વર્ષ ની બાળકી ખેંચાઈ જતા મોત, : રમતા રમતા થ્રેશર પાસે પોહચી હતી પરિવારે ચક્ષુદાન કરીને સમાજમાં દાખલો બેસાડ્યો.

ગોંડલ નાગરકા રોડ પર રહેતા જીતેન્દ્રભાઈ ધીરૂભાઇ ગઢિયાની ૧૧ વર્ષની દીકરી હેતવી વાડીએ થ્રેસરમાં ખેંચાઇ જતા મોત નીપજ્યું હતું. સત્સંગી પરિવારે હેતવીની બન્ને આંખનું ચક્ષુદાન કર્યું હતું. રવિવારે સાંજે હેતવી વાડીએ રમતી હતી. રમતા રમતા થ્રેશર પાસે પોહચી હતી. થ્રેસરના વેક્યુમે તેને ખેંચી લીધી હતી. શરીરમાં ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું.

મૃતક હેતવી ગુરુકુળમાં અભ્યાસ કરતી હતી. દીકરીના માતા શિલ્પાબેન BAPS ગુરુકુલમાં અભ્યાસ કરાવે છે. આખું પરિવાર સત્સંગી છે. ચક્ષુદાન કરવામાં જાહટકીયા હોસ્પિટલ ના ડોક્ટરો તરફથી સેવા આપી હતી. ગોંડલ સિવિલ હોસ્પીટલમાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ની એમ્બ્યુલન્સ મારફતે ચક્ષુદાન થયેલ આંખો રાજકોટ પોહચડવામાં આવી હતી.

ગાઢિયા પરિવારે ચક્ષુદાનનો વિચાર કરી એક દાખલો બેસાડ્યો

ગઢિયા પરિવાર પર આભ ફાટ્યું છતાં પરિવારે ચક્ષુદાનનો વિચાર કરી એક દાખલો બેસાડ્યો છે. જીતેન્દ્રભાઈને સંતાન માં બે દિકરી અને એક દીકરો હતો. જેમાં બીજા નંબરની દીકરીનું મોત નીપજ્યું છે.

error: Content is protected !!